• 31મી ઓક્ટોબરે વડોપ્રધાન નરેન્દ્ર મોદી (naredra modi) અમદાવાદથી સી-પ્લેન મારફતે કેવડીયા જશે

  • 18 સીટર વિમાનમાં એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે.


ઝી મીડિયા/બ્યૂરો :31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેન સેવાને લીલીઝંડી બતાવવાના છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેન (sea plane) સેવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. રિવરફ્રન્ટ ખાતે ફ્લોટીંગ જેટી ફીટ કર્યા બાદ ગેગ વે પણ લાવવાની તૈારીઓ શરૂ થઇ ગઇ છે. મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરે વડોપ્રધાન નરેન્દ્ર મોદી (naredra modi) અમદાવાદથી સી-પ્લેન મારફતે કેવડીયા જશે. જો કે આ સેવાના પ્રારંભ બાદ 18 સીટર સી-પ્લેનની રોજની ચાર ફ્લાઇટ અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલશે. જેમાં એક ટીકિટનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ટ્રમ્પની આસપાસ સતત મંડરાયા કરતી આ મહિલાનો થયો કોરોના


કેનેડાથી આવશે 2 સી પ્લેન
31 ઓક્ટોબરથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેન સેવા શરૂ થવાની છે. જે પહેલા એટલે કે 20 ઓક્ટોબર સુધીમાં 18 સીટરના બે સી-પ્લેન કેનેડાથી લાવવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઈટમાં બે વિદેશી પાઈલટ અને બે ક્રૂ મેમ્બર હશે, જે 6 મહિના અહીંયા રોકાશે અને ભારતીય પાઈલટ-ક્રૂ મેમ્બરને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપશે.


સવારે 8 વાગ્યે સાબરમતી કાંઠેથી ઉડાન ભરશે સી પ્લેન 
સી પ્લેનના માધ્યમથી સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 220 કિમીનું અંતર માત્ર 45 મિનિટમાં કપાશે. સી પ્લેન પ્રોજેક્ટની દેખરેખ રાખી રહેલા ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ કહ્યું કે, એરલાઈન્સે હાલ બે વિમાન લીઝ પર માગ્યા છે. 18 સીટર વિમાનમાં એક સાથે 14 પેસેન્જરો સવારે 8 વાગ્યાથી મુસાફરી કરી શકશે. હાલમાં આ વિમાન નોન શિડ્યુલ ફ્લાઈટ તરીકે ઓપરેટ થશે અને જો પેસેન્જર્સનો સારો રિસ્પોન્સ મળશે તો એક વર્ષ બાદ તમામ ફ્લાઈટ શિડ્યુલ કરાશે.


આ પણ વાંચો : મરતા પહેલા ઈલાબેન 7 લોકોને જીવાડતા ગયા અને આપણને જીવનનો સૌથી મોટો સબક શીખવાડતા ગયા...


બીજા સી-પ્લેન પ્રોજેક્ટ પાઈપલાઈનમાં
સાબરમતી નદીમાં તેમજ કેવડિયા ખાતે પોન્ડ-3માં વિમાનના લેન્ડિંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે, ત્યારે બંને જગ્યાએ વિમાન પૂર્વથી દક્ષિણ દિશા તરફ લેન્ડિંગ કરશે. 31 ઓક્ટોબરે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સુવિધા શરૂ થયા બાદ વર્ષ 2021ની શરૂઆતમાં રિવરફ્રન્ટથી શત્રુંજી ડેમ સુધી સી-પ્લેન સુવિધા શરૂ કરાશે. ડીજીસીએ ઉડાન-3 યોજના હેઠળ અમદાવાદના આ બંન્ને રૂટ પર સી પ્લેન ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી, જ્યારે ઉડાન-4 યોજનામાં અમદાવાદથી ધરોઈ ડેમ સુધીના રૂટ પર સી પ્લેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે, ત્યારે અમદાવાદથી ધરોઈ ડેમ સુધી સીપ્લેનનું સંચાલન 2022 સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર લાડીલા બાપુની જન્મ જયંતી સાદગીથી ઉજવાઈ



31 મી ઓક્ટોબરે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી સી.પ્લેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે અને ગુજરાતને પણ સી પ્લેનનું નવું નજરાણુ મળવાનું છે ત્યારે જોરશોરથી અમદાવાદ રિવરફ્રન્ટ પર તૈયારીઓ ચાલી રહી છે. યુદ્ધના ધોરણે સી પ્લેન પ્રોજેક્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 


આ પણ વાંચો : ફિલ્મી ગીતો તમને જેલની હવા પણ ખવડાવી શકે છે, અમદાવાદમાં બન્યો રસપ્રદ બનાવ