બ્રિજેશ દોશી, અમદાવાદ: ઓક્ટોબર માસથી ગુજરાતમાં બે સી પ્લેન રૂટ શરૂ થશે. અમદાવાદની સાબરમતી નદીથી કેવડિયા અને પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધી એમ કુલ બે રૂટ શરૂ કરવામાં આવશે. સી પ્લેનનો ટુરિઝમનો વ્યાપક રીતે ઉપયોગ થયા છે. વિદેશોમાં સી પ્લેનનો ઉપયોગ થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ, શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ


ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ થયા તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ કર્યા હતા. જેના ભાગ રૂપે આ પ્રોજેક્ટ માટે દેશભરમાં 16 રૂટ પસંદ કરવામાં આવ્યા છે. આ 16 રૂટમાંથી ગુજરાતના 2 સ્થળને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં પહેલા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના 200 કિમી પર સી પ્લેન શરૂ કરવામાં આવશે.


આ પણ વાંચો:- ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIનો હોબાળો, મેડિકલ અને ડેન્ટલની પરીક્ષા રદ્દ કરવા કરી માંગ


બીજા તબક્કામાં સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણાના શેત્રુંજય ડેમ સુધીના 250 કિમી વચ્ચે સી પ્લેન શરૂ કરવામાં આવશે. આ બંને જગ્યા પ્રવાસનની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બંને ડેમ સાઇઠ પર જેટી ઉભી કરવામાં આવશે અને આગળ અન્ય કામો ઝડપથી પુરા કરવામાં આવશે. આ બંને રૂટ પર ઓક્ટોબર સુધીમાં પ્લેન શરૂ થઈ જાય તેવું આયોજન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube