અમદાવાદઃ રાજ્યમાં 3 સ્થળે સી-પ્લેન યોજના શરૂ કરવાની વિચારણા તેજ થઈ છે. મોદી સરકારના સ્વપ્નની આ યોજનામાં સાબરમતી નદીથી ધરોઇ ડેમ, સાબરમતી નદીથી સરદાર સરોવર અને તાપી નદીથી સરદાર સરોવર સુધીના સ્થળોની સી-પ્લેન યોજના શરૂ કરવા વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત એરપોર્ટ ઓથોરીટીના ચેરમેને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જેમાં DGCA અને AAIના અધિકારીઓ 18 જૂનથી 20 જુન દરમિયાન આ ત્રણેય સ્થળોની મુલાકાત લેશે.