નવનીત કશ્કરી, રાજકોટઃ રાજકોટ શહેરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. છેલ્લા 14 દિવસમાં મનપાના ચોપડે 1184 તાવ શરદીના કેસ નોંધાયા છે. તડકો ઓછો અને ભેજનું પ્રમાણ વધતા રોગચાળો વકર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ OPD બહાર દર્દીઓની લાઈનો લાગી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વાઇરલ ઇન્ફેક્શન અને મચ્છર જન્ય રોગોમાં વધારો થતો હોય છે. ત્યારે હાલ જે રીતે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, ત્યારે રોગચાળામાં પણ ભારે ઉછાળો આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં તાવ, શરદી, ઉધરસના કેસ સામે આવી રહ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પંથકમાં રોગચાળો છેલ્લા 1 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીમાં જ 2163 કેસ નોંધાયા છે. જેમાં શરદી ઉધરસના 1,656 કેસ નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 445 કેસ નોંધાયા છે. મરડાના 15 કેસ નોંધાયા છે. 8 કેસ કમળાના નોંધાયા છે. જ્યારે મેલેરિયા ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ના કેસની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી લઇ અને જૂન મહિના સુધીમાં મેલેરિયાના માત્ર 6 કેસ નોંધાયા હતા. જેની સામે જુલાઈ અને ઓગસ્ટમાં 10 કેસ નોંધાયા. જાન્યુઆરીથી 12 ઓગસ્ટ સુધીમાં કુલ 16 મેલેરિયાના કેસ નોંધાયા છે.


સમગ્ર મામલે આરોગ્ય અધિકારી એ ઝી24 કલાક સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે હાલ ચોમાસાએ પેટર્ન બદલી છે. તેના કારણે આ રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય રોગચાળો નાથવા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર નાશક દવાઓ નાખી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આરોગ્ય અધિકારીએ લોકોને પણ અપીલ કરી છે કે જો તેમના ઘરમાં કે વરસાદી પાણી ભરેલું હોય તો તેમને તાત્કાલિક નિકાલ કરવો જેથી કરીને રોગચાળાને વધતો અટકાવી શકાય.


આ પણ વાંચોઃ Rajkot: રાજકોટ શહેરમાં ચોમાસાની સીઝનમાં જ પાણીની તંગી, 5 દિવસ બાદ સર્જાઈ શકે છે જળસંકટ


મચ્છરજન્ય રોગ
1 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીના


મેલરીયા         10 કેસ


ડેન્ગ્યુના.         15 કેસ


ચિકનગુનિયાના 1 કેસ

1 જાન્યુઆરી થી 30 જૂન સુધીના


મેલરીયાના.      6 કેસ


ડેન્ગ્યુના          7 કેસ


ચિકનગુનિયાના 0 કેસ


સામાન્ય રોગ


1 જુલાઈથી 12 ઓગસ્ટ
શરદી ઉધરસના 1656 કેસ નોંધાયા


ઝાડાના             445 કેસ  નોંધાયા


મરડાના.           15   કેસ  નોંધાયા


કમળાના              8   કેસ નોંધાયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube