સોમનાથ બાદ ગુજરાતમાં બન્યું બીજું સૌથી મોટું મંદિર, જાણો તરભમાં બનેલા મંદિરની શું છે વિશેષતાઓ?
તરભમાં બનેલા વાળીના મંદિરની વિશેષતાઓ જોઈએ તો, સોમનાથ બાદનું ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર છે. જેમાં સ્થાપિત શિવલિંગનું વજન 500 કિલોગ્રામથી વધારે છે. મંદિરમાં બિરાજિત મૂર્તિ મૈત્રક યુગની હોવાની માન્યતા છે..
ઝી બ્યુરો/મહેસાણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા અને વતનને મોટી આપી ગયા. બે ઐતિહાસિક કાર્યક્રમોમાં હાજરી આપીને પ્રધાનમંત્રીએ ગુજરાતના વિકાસને વેગ આપવા માટે બે મોટી ગેરંટી આપી. પ્રધાનમંત્રીના હસ્તે ક્યું ઐતિહાસિક કાર્ય થયું અને શું છે ગુજરાતને સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે પ્રધાનમંત્રીનો પ્લાન?
અમૂલના 50 વર્ષની ઉજવણીની સાથે પ્રધાનમંત્રીની હાજરીમાં આજે વધુ એક પવિત્ર અને ઐતિહાસિક કામ થયું. મહેસાણાના તરભમાં વાળીનાથ ધામમાં મહા શિવલિંગની પ્રધાનમંત્રીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ખૂબ જ વિશેષ એવા ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પૂજ્ય બળદેવગીરી બાપુને યાદ કર્યા અને સાથે ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી.
તરભમાં બનેલા વાળીના મંદિરની વિશેષતાઓ જોઈએ તો, સોમનાથ બાદનું ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર છે. જેમાં સ્થાપિત શિવલિંગનું વજન 500 કિલોગ્રામથી વધારે છે. મંદિરમાં બિરાજિત મૂર્તિ મૈત્રક યુગની હોવાની માન્યતા છે..વાળીનાથ ધામ માલધારી સમાજની ગુરુગાદી છે. જેનું નિર્માણ બંસીપહાડપુરના પથ્થર વડે નાગર શૈલીમાં થયું છે. ગુલાબી પથ્થરથી બનેલા મંદિરની ઊંચાઈ 101 ફૂટ છે. તરભનું વાળીનાથ મંદિર એક દાયકાની જહેમત બાદ બન્યું છે. તરભમાં વાળીનાથ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસે તેમના શાસનમાં વિકાસ અને વિરાસત વચ્ચે તકરાર ઉભી કરી.
- પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને આપી ગેરંટી
- અમૂલને વર્લ્ડ નંબર વન બનાવવાની PMની નેમ
- પ્રધાનમંત્રીના હસ્તે થઈ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા
- ગુજરાતને પ્રધાનમંત્રીએ આપ્યું વિકાસનું વચન
વતનમાં અને ખાસ કરીને મોસાળમાં પ્રધાનમંત્રી હોય અને જનતાને ભેટ ન આપે એવું તો કેમ બને? તરભથી પ્રધાનમંત્રીએ 13 હજાર કરોડથી વધારેના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું. સાથે જ વિકાસના પથ પર દેશ અને ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ પણ વ્યક્ત કરી. સહકારથી શક્તિ, સહકારથી સન્માન અને સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે ચાલી રહેલી વિશ્વની સૌથી મોટી સહકારી ડેરી અમૂલ તેની સુવર્ણ જયંતિ ઉજવણી રહી છે. ગુજરાતના લાખો પશુપાલકોની માતૃસંસ્થા એવી GCMMF 50 વર્ષ પૂર્ણ થયાની અમદાવાદમાં ખાસ ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે મુખ્ય અતિથિ બન્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કાર્યક્રમમાં હાજર લોકોને અને જનતાને પ્રધાનમંત્રી આ કાર્યક્રમના સ્ટેજ પરથી એક એવી ગેરંટી આપી જેને સૌ કોઈએ હર્ષ સાથે વધાવી લીધી.
આ સાથે પ્રધાનમંત્રીએ 1200 કરોડ રૂપિયાના પાંચ નવા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. અમૂલના ચીઝ, ચોકલેટ અને આઈસ્ક્રીમના નવા પ્લાન્ટને ખુલ્લા મુકવામાં આવ્યા. અમૂલને વિશ્વાસ, વિકાસ અને જનભાગીદારીનું પ્રતિક ગણાવી પ્રધાનમંત્રીએ સહકારના ક્ષેત્રમાં મહિલાના પ્રદાનના પણ વખાણ કર્યા. આ સાથે પ્રધાનમંત્રી પહેલાની સરકારો પર વિકાસને રૂંધવા મામલે આકરા પ્રહાર કર્યા.