ગુજરાતમાં આજથી બીજા તબક્કાની vaccination drive શરૂ, 3.3 લાખ કોરોના વોરિયર્સ vaccine લેશે
ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થશે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી મૂકવામાં આવશે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થશે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી મૂકવામાં આવશે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં અંદાજે 3.3 લાખ કમર્ચારીઓને આવરી લેવાશે
આજે ગુજરાતભરના પોલીસકર્મી, હોમગાર્ડ, SRP જવાનોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. તો મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ અન્ય કેટલાક વિભાગના કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. કોરોના રસીકરણના બીજા તબક્કામાં અંદાજે 3.3 લાખ કમર્ચારીઓને આવરી લેવાશે. દેશભરમાં 16 જાન્યુઆરીથી શરુ થયેલા વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન (gujarat corona update) અંતર્ગત અત્યાર સુધી રાજ્યના 2,45,930 હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 50% હેલ્થ વર્કર્સ દ્વારા રસી લેવામાં આવી છે, જેમાંથી એકપણ કિસ્સામાં કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
અમદાવાદના કલેક્ટર, પોલીસ કમિશનર પહેલો ડોઝ લેશે
અમદાવાદ (ahmedabad) માં સિવિલ મેડિસિટીમાં કોરોના રસીકરણ મહાઅભિયાન યોજાશે. જેના માટે કુલ 16 વેક્સિનેશન (vaccination) કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 2100 જેટલા પોલીસકર્મીઓને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવામાં આવશે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તેમજ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ વેક્સીનનો પ્રથમ ડોઝ લેશે. સિવિલ હોસ્પિટલ (civil hospital) ના જૂના ટ્રોમા સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવશે. સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે.
વડોદરામાં પણ વેક્સીનેશનનો પ્રારંભ
વડોદરામાં આજે આરોગ્ય અને પોલીસ વિભાગનાં વોરિયર્સ રસી લેશે. પોલીસ અને પાલિકાનાં વડા કોરોના રસી મૂકાવશે. વડોદરાનાં પોલીસ કમિશ્નર શમશેરસિંગ પણ રસી લેશે. મ્યુ.કમિશ્નર સ્વરૂપ પી. પણ કોરોના રસી મૂકાવશે. બંને કોરોના વોરિયર્સ સયાજી હોસ્પિટલ ખાતે રસી લેશે. તો જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ પોર ખાતે રસી લેશે. શહેર જિલ્લાનાં 11 કેન્દ્રો ખાતે આજે કોરોના રસીકરણ અભિયાન ચાલશે. આજે શહેરમાં 35 સ્થળે સાત હજાર વોરિયર્સને રસી અપાશે. અત્યાર સુધી 59.45 ટકા હેલ્થ વર્કર્સને રસી અપાઈ.