દમણમાં કલમ 144 લાગુ, ડિમોલેશન મુદ્દે સતત બીજા દિવસે સ્વયંભુ બંધ રહ્યા બજાર
દમણનું દબાણ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ વધારે આગ પકડતું જાય છે
સુરત : દમણનું દબાણ જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ વધારે આગ પકડતું જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણમાં હાલ પાલિકા દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવાઇ રહી છે. જેના હેઠળ મોટી દમણના લાઇટ હાઉસથી જમ્પોર બીચ સુધીનાં 97 બિનકાયદેસર મકાનો પર શુક્રવારે બુલ્ડોઝર ફેરવી દેવાયું હતું. જેના પગલે મકાન વિહોણા બનેલા પરિવારો દ્વારા શનિવારે દમણના રાજીવ ગાંધી સેતુ પર ચક્કાજામ કરીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમની માંગ હતી કે રહેવા માટે તેમને વૈકલ્પીક વ્યવસ્થા કરી દેવામાં આવે.
ગુજરાત કુદરતી આફતોનું ઘર બન્યું, તોફાનો બાદ ભૂકંપના 3 આંચકાઓથી ફફડાટ
જો કે તંત્રએ કડક હાથે કાર્યવાહી કરતા ફુટબોલ ગ્રાઉન્ડ પર એકત્ર થયેલા તમામ પ્રદર્શનકર્તાઓ પર ટેન્કરના પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. જો કે વાતાવરણ ઉગ્ર બનતું જોઇને કલેક્ટરે કલમ 144 લાગુ કરવી પડી હતી. જેના પગલે પોલીસે 50થી વધારે લોકોની અટકાયત કરી લીધી હતી. જેથી સ્થાનિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ ચાલુ કરાયો છે. સતત બીજા દિવસે (આજે) પણ દમણમાં સ્વયંશુ બંધ પાળ્યો હતો.
મહારાષ્ટ્ર કોકડું: જાણો સોનિયા ગાંધીને મળ્યા પછી શું કહ્યું શરદ પવારે?
વડોદરા : પોલીસનો પગાર સરકારને પોસાતો નથી એટલે અમારો તોડ કરે છે, કહી શખ્સ રોડ પર સુઇ ગયા
9 નવેમ્બર સુધી 144 લાગુ રહેશે
પાલિકા દ્વારા દબાણની ઝુંબેશ આરંભાઇ છે જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંબંધિત અધિકારીઓ દ્વારા સમજાવવા છતા તેઓ માન્યા નહોતા. ફુટબોલ ગ્રાઉન્ડમાં પ્રદર્શન બાદ તેઓ રાજીવગાંધી સેતુને જામ ન કરે તે માટે ગ્રાઉન્ડ પર જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લોકોનું ટોળુ એકત્ર થતા જ તેમને વિખેરવા પોલીસે પાણીનો મારો ચલાવ્યો હતો.