આતંકી હુમલાની દહેશતથી સોમનાથ અને અંબાજીમાં સુરક્ષા કડક કરાઈ
કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે.
હેમલ ભટ્ટ/સોમનાથ :કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યાર મંદિર ખાતે 250થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે.
અમદાવાદ : બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી, 4 લોકોને કાટમાળમાંથી બહાર કઢાયા
જમ્મુ-કશ્મીરમાં 370 કલમ નાબૂદી બાદ દુશ્મન દેશ મૂંઝાયો છે. આવામાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટો આતંકી હુમલો થઈ શકે છે. આતંકી હુમલાની દહેશતને લઈ મોટા શહેરોમાં એલર્ટ અપાયું છે. ભારત સામે આતંક ફેલાવા આઈએસઆઈ અને જૈશ-એ-મોહંમદ એક થયું છે. જૈશ-એ-મોહમંદના ઓપરેશનલ કમાન્ડરના આતંકી હુમલાની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે આતંકીઓના હિટ લિસ્ટમાં રહેલ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ સાબદી કરાઈ છે.
ઉન્નાવ કાંડની પીડિતાની ગાડીને ટક્કર મારનાર ડ્રાઈવર-ક્લીનરનો આજે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરાશે
અંબાજીમાં મંદિરમાં પણ સુરક્ષા
યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ સુરક્ષા સધન કરી દેવાઈ છે. અંબાજી મંદિર Z કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે. જ્યાં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. ત્યારે કોઈ અસામાજિક તત્વો પગપેસારો કરી ન જાય કે કોઈ હુમલા જેવી ઘટના ન બને તે માટે મંદિરના તમામ પોઇન્ટ ઉપર પોલીસ કર્મીઓને એલર્ટ કરી દેવાયા છે. મંદિર પરિસરમાં 5 નવા મોરચા બનાવમાં આવ્યા છે, જ્યાં બીડીડીએસ સહિત QRT ટીમો સધન તપાસ કામગીરી કરી રહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :