દ્વારકા. આતંકવાદી સંગઠન અલકાયદાએ દેશમાં હુમલાની ધમકી આપ્યા બાદ ગુજરાતભરમાં એલર્ટ અપાયું છે. ત્યારે દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. હાઈ અલર્ટને પગલે દ્વારકા મંદિરમાં થ્રી લેયર સુરક્ષા રાખવાનો નિર્ણય કરાયો છે. હાલમાં દ્વારકા જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ બાજ નજર રાખી રહી છે. દ્વારકા મંદિરમાં CCTV થી પણ વોચ રાખવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના ઈનપુટના પગલે સુરક્ષા હાઈ એલર્ટ પર છે,ત્યારે જગત મંદિર દ્વારકાધીશ ખાતે થ્રી લેયર સુરક્ષા કરાઇ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંતક વાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે. ત્યારે દ્વારકા ખાતે આવેલ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. દ્વારકા જિલ્લો કે જે 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ તે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલું છે. જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખુબ જ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.


આ પણ વાંચો : ગુજરાતમાં કેવો ભ્રષ્ટાચાર ચાલે છે, જોઈ લો આ નમૂનો... વાઉચર પર મૃતકે આવીને સહી કરી 


હાલ આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા તમામ એન્ટ્રી કરતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તો દ્વારકાધીશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડવાળી જગ્યામાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. જગત મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. અહીં આવતા તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.