અમદાવાદ :દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. ગુજરાત સરકારે આપેલા આંકડા અનુસાર ગુજરાતના 33 જિલ્લાના 1 લાખ 42 હજાર બાળકો કુપોષણનો શિકાર બનેલા છે. 


10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાતમાં કુપોષણના આંકડાનો સવાલ પૂછ્યો હતો. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ત્યારે જે જવાબ મળ્યો હતો તે ચોંકાવનારો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને હક્કાબક્કા રહી જવાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુલ 1 લાખ 42 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 14,191 બાળકો કુપોષિત છે. તો અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ આ આંકડો 1925 છે. તો સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 469 બાળકો કુપોષિત છે. આંકડા પર નજર કરીએ તો....


  • દાહોદ 14191

  • નર્મદા 12673

  • સાબરકાંઠા 7797

  • ભાવનગર 7041

  • છોટાઉદેપુર 7031

  • સુરત 5318

  • ગાંધીનગર 4265

  • અમદાવાદ 1925

  • પોરબંદર 469


વિધાનસભામાં આ મુદ્દો હોબાળો
બાળકોના કુપોષણના મુદ્દે ગૃહમાં સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવીને જીભાજોડી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે, આ બાબત ગુજરાતના માથે કલંક સમાન છે. જેને દૂર કરવાની બધાની જવાબદારી છે. ભાજપને પ્રજાએ બે વાર જીતીને તક આપી છે, ત્યારે તેની જવાબદારી બને છે. આમ, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી વધી જતા છેવટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરી હતી. તેમણે ઝુંબેશ ઉપાડીને તે દિશામાં ગંભીર વિચારણા કરવાની ખાતરી આપી હતી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :