ઉદય રંજન/અમદાવાદ :ઢબુડી માતાના નામે લોકોને છેતરનાર ધનજી ઓડ હાલ ફરાર છે. તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસ તેને શોધી રહી છે. માથે ઓઢણી લઈને લોકોને ધર્મના નામે લૂંટતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. ઢબુડી માતા જ્યારે પણ જાહેરમાં આવે ત્યારે માથે ચુંદડી લઈને જ લોકોની વચ્ચે આવતો હતો. તે લોકો સાથે સંપર્ક કરતા સમયે પણ માથા પર ચુંદડી ઢાંકી રાખતો. ત્યારે ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈ-બસને અમદાવાદની જનતા માટે ખુલ્લી મૂકશે


ધનજી ઓડની પોલ ખૂલતા ધીરે ધીરે તેની માહિતી સામે આવી રહી છે. હાલ તો ધનજી ઓડ ફરાર છે, પણ ગઈકાલે તેનો ભવ્ય બંગલો સામે આવ્યો હતો, તો આજે ધનજી ઓડનો ચહેરો સામે આવ્યો છે. ધનજી ઓડનું ઓળખપત્ર મળી આવ્યું છે, જેમાં ધનજી ઓડનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. ઓળખ કાર્ડમાં ધનજી ઓડના પિતાનું નામ નારણભાઈ ઓડ લખેલું છે. ઓળખકાર્ડમાં ઉંમર 41 વર્ષ લખેલી છે.  


ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ મૂળ રૂપાલ ગામનો છે, પણ હાલ તે અમદાવાદમાં રહે છે. તે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિવ્યકુંજ સોસાયટીમાં બંગલા નંબર 20માં રહે છે. સ્થાનિક પાસેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, ધનજી આ બંગલમાં 36 હજાર માસિક ભાડું ચૂકવીને રહે છે. તે છેલ્લાં 6 મહિનાથી રહે છે. જોકે, બંગલામાં ચેક કરતા ધનજી કે તેને સંલગ્ન કોઈ જ વ્યક્તિ મળી ન હતી. પરંતુ તેનો એક ભક્ત મળી આવ્યો હતો. 



હાલ, આ બંગલાની બહાર નોટિસ લગાવવામાં આવી છે. આ નોટિસ બંગલાના મૂળ માલિકે લગાવી છે. જેમાં લખ્યું છે કે, યાદવ સુશીલકુમાર અમરસિંહ સદર મિલકત દિવ્યકુંજ બંગ્લોઝનો માલિક છું. સદર મિલકત અમોએ તારીખ 16/03/2019 થી ભાડા કરારથી ભાડે આપેલ છે. તેની જાણ અમોએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ કરી છે. 


ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :