જૂનાગઢ: ગીરનાર લીલી પરિક્રમા જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની અનેક નવી સુવિધા સાથે ભાવિકોને 36 કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનુ ધ્યાન રાખવામાં આવશે. પોલીસની 40 રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.


ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે, ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે, અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઇલેટ બ્લૉકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઇટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube