ડાકોર : યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમના દિવસે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત નિયમના કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરૂ કામ હતું. બીજી તરફ સરકારી તંત્રની કોવિડ 19 ગાઇડલાઇનના નિયમનું પાલન કડકાઇથી કરવામાં આવ્યું હતું. જો કે જેના કારણે દર્શનાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી. તો બીજી તરફ મોકો જોઇને સ્થાનિકો દ્વારા ઓનલાઇન દર્શનના રજીસ્ટ્રેશન માટે દુકાનો ખોલીને બેસી ગયા હતા. રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી સમયે બ્રાન્ડેડ વસ્તુ ખરીદતા પહેલા રાખજો તકેદારી, કરોડોનો ડુપ્લીકેટ સામાન જપ્ત


ભારે ભીડ જોઇને આખરે તંત્ર દ્વારા પોતાનો નિર્ણય બદલાયો
આખરે તંત્ર દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને સીધા જ મંદિરમાં દર્શન કરવા દેવાનો નિર્ણય કરવામાં આવતા દર્શનાર્થીઓને દર્શન કરવામાં સરળતા રહી હતી. યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. દર્શનાર્થીઓની ભીડ જામતા પોલીસને ટ્રાફિક નિયંત્રણ અને દર્શન માટે લોકોને નિયંત્રિત કરતા કરતા નાકે દમ આવ્યો હતો. જે પૈકી કેટલાક લોકો પાસે રજીસ્ટ્રેશન નંબર નહી હોવાના કારણે તેની સાથે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. 


જૂનાગઢ: સાચાઅર્થમાં ગુજરાતી સોદો, એશિયાના સૌથી ઉંચા રોપવેની મજા સાથે સિંહ દર્શન ફ્રી

ઓનલાઇન દર્શન માટે સ્થાનિકોએ હાટડીઓ ખોલી
દર્શનાર્થીઓની લાંબી ભીડ જોતા ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરીને દર્શનાર્થીઓને સીધા જ મંદિરમાં દર્શન માટે મોકલાયો હતો. પોલીસ માટે ટ્રાફિક નિયમન કરતા નાકે દમ આવ્યો હતો. એક કિલોમીટર દુર દુર સુધી લાંબી લાઇનો લાગી હતી. યાત્રાધામ ડાકોરમાં 6 મહિના અને 7 પૂનમ બાદ રણછોડરાયજી પ્રભુના દર્શન ભક્તોને થઇ રહ્યા છે. ચાલુ માસે મંદિરના પંચાગ અનુસાર 30 ઓક્ટોબરે પૂનમ ઉજવાઇ હતી. જ્યારે અન્ય પંચાગ મુજબ વ્રતની પૂનમ 31 ઓક્ટોબરના રોજ ગણાઇ હતી. ડાકોરમાં પૂનમ દર્શન માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર મેનેજમેન્ટ તંત્રએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને દર્શન માટેનો નિયમ જાહેર કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube