નહીં જોઈ શકો આ હૈયાફાટ રૂદન! તમામ મૃતદેહોની અંતિમ ક્રિયા કરાઈ, બોટાદ હિબકે ચડ્યું, દ્રશ્યો જોઈ રોઈ પડશો!
અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટનાએ 10 લોકોનો ભોગ લીધો છે.
Iskcon Bridge Accident: જયેન્દ્ર ભોઈ/અમદાવાદ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટનાએ 10 લોકોનો ભોગ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સામેલ હતાં. આ ઘટનાને અંદાજીત 16 કલાક જેટલો સમય વીત્યા બાદ હવે જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકોના મૃતદેહોને તેમના વતનમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડી રાત્રે તમામ મૃતદેહો વતને પહોંચતા જ પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ ક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ઘટનામાં મોતને ભેટેલા પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણની અંતિમ યાત્રા વખતે ખોબા જેટલું ગામ હિબકે ચડ્યું હતું. ગત રાત્રીના નિયતક્રમ મુજબ એસજી હાઈ-વે 2 પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ પત્ની અને બાળકોને મળી ડ્યુટી પર પહોંચ્યા હતા. જશવંતસિંહ ઇસ્કોન બ્રિજ પર ઉભા હતા ત્યારે જ્યાં કાળ બનીને આવેલી જેગુઆર કાર ઇસ્કોન બ્રિજ પર ઉભેલા જશવંતસિંહ સહિત 9 લોકોને ભરખી ગઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં જશવંતસિંહ ચૌહાણનું પણ ફરજ પર જ મૃત્યુ થયું છે. 53 વર્ષીય જશવંતસિંહનું મૃત્યુ થતા નાના સરખા અને સંપન્ન પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પરિવારે એક માત્ર કમાનાર નો આધાર ગુમાવ્યો છે. મૃતક જશવંતસિંહના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. પત્ની રમીલાબેન તેમજ પુત્ર અમુલ (ઉ.વ.22) અને પુત્રી જાગૃતિ (ઉ.વ.19) જે અમદાવાદ ખાતે રહેતા હતા. જ્યારે જશવંતસિંહના માતા પિતા અને ભાઈ તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંપા ગામે રહેતા હતા.
ખોબા જેવડા સાંપા ગામમાં જશવંતસિંહના મૃત્યુના સમાચાર મળતા જાણે આખા ગામમાં સોપો પડી ગયો હોય તેમ ગમગીની છવાઈ ગઈ હતી. સ્પોર્ટ્સ વિલેજ તરીકે ઓળખાતા સાંપા ગામમાં જાણે માતમ છવાયો હોય તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. જશવંતસિંહ પોલીસમાં નોકરી લાગ્યા બાદ છેલ્લા અંદાજીત 25 વર્ષ ઉપરાંતના સમયથી અમદાવાદ સ્થાયી થયેલા હતાં. સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો ફરજ બજાવ્યા બાદ છેલ્લા અંદાજીત 7 થી 8 વર્ષ થી જશવંતસિંહ એસ જી હાઈ વે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. જશવંતસિંહના મૃત્યુ બાદ હવે પરિવારના માથે તો આભ તૂટી પડ્યું છે. બંને બાળકો પુખ્ત વયના થયા હોય તેમના અભ્યાસની સાથે સાથે લગ્ન સહિતના સપનાઓ પરિવારે સાથે મળીને જોયા હતા, જે હવે કયા સંજોગોમાં પુરા થશે!!
બોટાદ પંથક આખું હિબકે ચડ્યું
રોનક રાજેશભાઈ વિહલપરા. ઉ. ૨૩ રે. બોટાદ, ધંધો પાળીયાદ રોડપર મોટર રીવાીનડિનગ દુકાન, રે. મોરારીનગર પાળીયાદ રોડ, મૂળ વતન ચાચકા જિલ્લા સુરેન્દ્રનગર બે દિકરા જેમા મોટો દિકરો રોનક, બે વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરે છે. કુણાલ નટુભાઈ કોડીયા ઉ. 22, ધંધો મોટર રિવાઇન્ડીગ દુકાન પાળીયાદ રોડ, રે. મોરારી નગર પાળીયાદ રોડ, મૂળ ગામ કારીયાણી, સંતાનમાં બે દિકરા એક દિકરી, એકાદ વર્ષથી અમદાવાદ એન્જિનિયર કોલેજમાં અભ્યાસ કરતો. બંને મૃતક યુવાનોના પિતા માસીયાય ભાઈ થાય છે.
અક્ષર ઉ. 21 અનીલભાઈ પટેલ ધંધો ખેતીકામ, રે. ભાવનગર રોડ સ્વામિનારાયણ નગર સોસાયટી, સંતાનમાં એક દિકરો અને એક દિકરી, અક્ષર પહેલા અમદાવાદ અભ્યાસ કરતો હતો પરંતુ અભ્યાસ પૂર્ણ કરી પરત બોટાદઆવેલ અને બે દિવસ પહેલા એડમીશન માટે અમદાવાદ ગયેલ
સુરેન્દ્રનગરના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો
અમદાવાદ ખાતે ઇસ્કોન બ્રીજ પર કારની અડફેટે 10 વ્યકિતના મોત થયા. જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહેલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર, મૂળ રહેવાસી ચુડા, જીલ્લો સુરેન્દ્રનગરના મૃતદેહને વતન ચુડા ખાતે લાવવામાં આવ્યો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર અને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી. ચુડા ખાતે મૃતકની અંતિમયાત્રા કાઢવામાં આવી, જેમાં પરિવારજનો સહિત ગ્રામજનો અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમસ્ત ગામ સહિત જીલ્લામાં મોતના બનાવને લઈને શોકનો માહોલ જોવા મળ્યો. અમદાવાદ ઇસ્કોન બ્રીજ પર કારની અડફેટે ફરજ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીનુ પણ મોત નિપજ્યું હતું.