ચેતન પટેલ/સુરત: ડિંડોલી વિસ્તારમાંથી બેંકમાં ડમી ખાતું ખોલાવીને તેને આધારે ક્રિકેટમેચ ના સટ્ટોના રૂ.૨૦૦૦ કરોડના આર્થીક વ્યવહારો કરવાના રેકેટના પ્રકરણમાં ઇકો સેલની ટીમે પાટણ જીલ્લાના રાધનપુર ગામ ખાતેથી વધુ ચાર જણાની ધરપકડ કરી હતી. આ ચારેય જણા પણ હુઝેફા મકાસરવાળાના સંપર્કમાં રહીને રાધનપુરમાં આજ રીતે ડમી ખાતામાં વ્યવહારો કર્યા હતા. અને બધાને મહીને રૂ.15 હજાર મળતા હતા. મેચમાં કોઈ પણ ફેરફાર થાય નો તરત જ હુઝેફાને જાણ કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂ. 2000 કરોડના આર્થિક વ્યવહારો થયા હોવાનું જણાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઈમ બ્રાંચની સંલગ્ન ઇકો સેલની ટીમે પાંચ દિવસ અગાઉ ડીંડોલી ખાતે આવેલા રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં રેડ કરી હતી અને પોલીસને ત્યાંથી ક્રિકેટ મેચ પર આંતરરાજ્ય કક્ષાનું રેકેટ ચલાવતી ટોળકી મળી આવી હતી. ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડવા માટે બધા જ દસ્તાવેજ ખોટા બનાવ્યા હતા. પાનકાર્ડ, આધાર કાર્ડ કે પછી ભાડા કરાર હોય બધું જ બોગસ બનાવી દીધું હતું અને તેને આધારે બેંકમાં ડમી ખાતા ખોલાવીને કરોડો રૂપિયાના આર્થીક વ્યવહારો કરાયા હતા. 



તે સમયે પોલીસે હરિશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ શિંદેની ધરપકડ કરી હતી અને બાદમાં માસ્ટર માઈન્ડ હુઝેફા મકાસરવાળાની પણ પોલીસે ધરપકડ કરી હતી. હુઝેફાના ફોનમાંથી પોલીસે ઘણી હકીકતો શોધી કાઢી હતી. યુક્રેનથી હકીકતો કિશન નામનો વ્યક્તિ પણ હુઝેફા સાથે સંપર્કમાં રહીને આ રેકેટ ચલાવતો હતો. 


પોલીસ તપાસમાં તે દિવસે 1200 કરોડનું રેકેટ હોવાનું જણાયું હતું. જોકે આજે આ કેસમાં ઇકો સેલની ટીમે પાટણ જીલ્લાના રાધનપુર ખાતેથી બીજા ચાર જણા પાર્થ હર્ષદ જયંતીલાલ ભટ્ટ, કનુ લવિંગજી ભુતાજી અને દરજી નરેશ રતિલાલ તેમજ ભીખા અમૃત વ્યાસની ધરપકડ કરી હતી. 


આ ચારેય જણા યુક્રેનથી કિશન અને હરેશ ચૌધરી સાથે સંપર્કમાં રહીને ડમી ખાતા મારફતે તેમેને જે સુચના આપવામાં આવે તે મુજબ નાણાકીય વ્યવહારો કરતા હતા. જેમાં પાર્થ ભટ્ટ પણ કિશન અને હરેશ ચૌધરી સાથે સંપર્કમાં રહેતો હતો અને ચાલુ મેચમાં જે ભાવ આવે તેમાં કોઈ ફેરફાર થાય તો તે બાબતનું કિશન અને હરેશ ચૌધરીને જાણ કરતો હતો.પાર્થને મહીને રૂ.50 હજાર પગાર મળતો હતો અને બાકીના ત્રણને મહીને રૂ.15 હજાર પગાર આપવામાં આવતો હતો.