ઝી બ્યુરો/સુરત: શહેરના સ્પેસ સાયન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી રિસર્ચર અને ઈસરોના સ્પેસ એજ્યુકેટર લવ કારીઆના સૂર્યના ચુંબકીય કણ પરના રિસર્ચ કોરોનલ માસ ઈજેક્શન ફ્રોમ ધ સનની યૂરોપના પોર્ટુગલ યુરોપિયન સ્પેસ વેધર વીક- 2024માં પસંદગી થઈ હતી. ભારતમાંથી બે રિસર્ચરની પસંદગી થઈ જેમાંના એક સુરતના લવ કારીઆ પણ છે. તેઓ યુરોપના પોર્ટુગલ જઈને યુરોપિયન સ્પેસ વેધર વીક-2024માં પોતાનું સંશોધનપત્ર રજૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!


સુરતના સ્પેસ સાયન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી અને રિસર્ચર લવ કારીઆ સાત વર્ષથી સ્પેસ સાયન્સ ટેક્નોલોજીમાં રિસર્ચર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ઈસરોમાં ઈસરો સ્પેસ એજ્યુકેટર તરીકેની ફરજ પણ બજાવે છે. લવ કારીઆએ સૂર્ય પરના પડેલા ખાડાઓમાંથી નીકળતા ચુંબકીય કણો પર ‘કોરોનલ માસ ઈજેશન ફોમ ધ સન શીર્ષક હેઠળ 2022થી એટલે કે છેલ્લા બે વર્ષથી રિસર્ચ કરી રહ્યા છે. આ રિસર્ચમાં તેણે ચુંબકીય કણોથી થતી અસરો અને તેની ઝડપી ગતિ પર અને ચુંબકીય કણો ઉત્પન્ન કઈ રીતે થાય તમામ વિગતો પર રીસર્ચ કર્યું છે. સૂર્યની સપાટી પર મોટા ખાડા પડેલા છે. આ ખાડાઓમાંથી કાળા કલરની પટ્ટી જેવું કંઈ નીકળે છે. તેને ચુંબકીય કણ કહેવાય છે. 


આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?


આ ચુંબકીય કણ સૂર્ય પરથી નીકળીને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પહોંચે છે. ત્યારે તેની ગતિ 300 થી 3000 કિમી પ્રતિ સેકન્ડની હોય છે. આ ચુંબકીય કણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય ત્યારે સેટેલાઈટને નુકસાન કરી શકે છે અને ચક્રવાત પણ પેદા કરી શકે છે. લવ કારીઆએ આ કણોની તપાસ કરીને કે, આનો સ્વભાવ કેવો હોય છે અને ક્યારે અને કેવી રીતે ટકરાઈ શકે છે. તપાસમાં એક પેટર્ન બહાર આવી છે. જેમાં સૂર્યની અંદરના ખાડાઓ અને ચુંબકીય કણની ગતિ એકબીજાથી સંકળાયેલી હોય છે. ઉપરાંત જેટલા ચુંબકીય કણો નીકળશે. જોકે આ રિસર્ચની વિગતો નાસા અને સોલર એન્ડ હીલિયો સ્પેરિક ઓબજર્વેટ્રી (સોહો) દ્વારા આપવામાં આવી હતી. 


વિશાખા નક્ષત્રમાં સૂર્ય ગોચર, 6 નવેમ્બરથી આ 3 રાશિના જાતકોનું ખુલશે ભાગ્ય


19, ઓગસ્ટ 2024માં રિસર્ચર લવે યુરોપની યુરોપિયન સ્પેસ એજન્સીમાં ‘કોરોનલ માસ ઈજેશન ફ્રોમ ધ સનનું રિસર્ચ મેઈલ કર્યું હતું. ભારતમાંથી ઘણા લોકોએ વિવિધ વિષયો પર રિસર્ચ મોકલ્યા હતા.સાયન્ટિફિક કોમ્યુનિટીમાં રિસર્ચ પ્રેઝન્ટેશન દર વર્ષે થાય છે. જેમાંથી ભારતના બે રિસર્ચર પૈકી સુરતના લવ કાર્યાના રિસર્ચની પસંદગી થઈ છે. લવ કાર્યા યુરોપના પોર્ટુગલમાં યુરોપિયન સ્પેસ વેધર વીક-2024 અંતર્ગત 4 થી 8 નવેમ્બરના ચાર દિવસીય કાર્યક્રમમાં રિસર્ચ વિશેનું પ્રદર્શન કરશે. 


વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ


લવ કારીયાએ જણાવ્યું હતું કે, 11 વર્ષમાં સૂર્યના ચુંબકીય કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં 1926 વખત ટકરાયા મે સૂર્યના ચુંબકીય કણ પરનું રિસર્ચ 2008 થી 2019 દરમિયાનનું કર્યુ છે. જેમાં સૂર્યના ચુંબકીય કણો 1926 વખત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાયા હતા. ચુંબકીય કણો પણ પાંચ પ્રકરણ હોય છે. જેમાં A, B, C અને M ચાર ચુંબકીય કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય તો ગંભીર સમસ્યાઓ સર્જાતી નથી. પાંચમું Xક્લાસ ફલેર્સ ચુંબકીય કણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાય તો અવકાશમાં ફરતી સેટેલાઇટને પણ નુકસાન કરી શકે છે. ઉપરાંત એટ્રોનોટને આ કણ સ્પર્શ થાય તો મિનિટોમાં તેને કેન્સર થઈ શકે છે. આવા Xક્લાસ ફલેર્સ ચુંબકીય કણ 183 વખત પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ટકરાયા છે.