શમા બિંદુને મળી આત્મવિવાહ કરવાની સજા, લોકોએ મકાન ખાલી કરાવ્યું, વડોદરા પણ છોડ્યું
Vadodara News : શમા બિંદુ સુભાનપુરા વિસ્તારમાં જે સોસાયટીમાં રહેતી હતી ત્યાંના રહીશો અને મકાન માલિકે તેને ભાડાનુ મકાન ખાલી કરવા દબાણ કર્યુ હતું. જેથી તેણે ઘર ખાલી કર્યુ
વડોદરા :દેશમાં પ્રથમ આત્મવિવાહ કરનારી યુવતી શમા બિંદુને આખરે પોતાનું ઘર અને શહેર બંને છોડવુ પડ્યુ છે. આત્મ વિવાહ કરવાના નિર્ણયની જાહેરાત કરવાથી જ શમા બિંદુ વિરોધનો સામનો કરી રહી હતી. ગત મહિને તેણે બહેનપણીઓની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. ત્યારે હવે તેને પોતાનુ ભાડાનુ ઘર ખાલી પડવુ છે. આ સાથે જ તેણે નોકરી પણ છોડી અને વડોદરા શહેરને પણ અલવિદા કર્યુ છે.
ગત મહિને વડોદરાની શમા બિંદુએ આત્મવિવાહની જાહેરાત કરી હતી. જેના બાદ તેનો વિરોધ થયો હતો. તેણે પહેલા મંદિરમાં આત્મવિવાહની જાહેરાત કરી હતી. પરંતુ વિવાદ થયા બાદ તેણે ઘરમા જ લોકોની હાજરીમાં આત્મવિવાહ કરીને લોકોને ચોંકાવ્યા હતા. ત્યારે હવે શમા બિંદુ સુભાનપુરા વિસ્તારમાં જે સોસાયટીમાં રહેતી હતી ત્યાંના રહીશો અને મકાન માલિકે તેને ભાડાનુ મકાન ખાલી કરવા દબાણ કર્યુ હતું. જેથી તેણે ઘર ખાલી કર્યુ છે.
આ પણ વાંચો : સુતરીયા પરિવારનો એક નિર્ણયે પાંચની જિંદગી બચાવી, અકસ્માતમાં માતાના મોત બાદ અંગદાન કર્યું
મકાન ખાલી કરાવવા કરતા શમા બિંદુએ જાતે જ મકાન ખાલી કર્યુ હતું. જોકે, તેણે વડોદરાની નોકરી પણ સ્વેચ્છાએ છોડી દીધી છે. તથા તેણે વડોદરા શહેરને પણ અલવિદા કર્યુ છે. આ વિશે શમાએ કહ્યુ કે, હાલ હુ ક્યા જઉ છું અને કયા શહેરમાં રહીશ તેની જાહેરાત નહિ કરું. જોકે, હું પાછી આવીશ. આવીને બીજી નોકરી શોધીશ. હાલ એક મહિના માટે વડોદરાને છોડું છું.
બોરસદનું સ્વંયભૂ શિવલિંગનું સ્થળ બની ગયુ પિકનિક સ્પોટ, રોજ 5 હજાર લોકો આવે છે
આ રીતે કર્યા હતા આત્મવિવાહ
ક્ષમા બિંદુએ 8 જૂન, 2022 ના રોજ સાંજે પોતાના ઘરે જ આત્મવિવાહ કરી લીધા હતા. ક્ષમાએ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. ક્ષમાના આત્મવિવાહને લઈ ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. મંદિરમાં આત્મવિવાહ કરવાનો વિરોધ થતાં તેમણે ઘરે જ લગ્ન કર્યા હતા. ક્ષમાએ 8 થી 10 મિત્રોની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. પૂજારી ન મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાને જાતે ફેરા ફરી લીધા હતા. આમ, ક્ષમાએ વિરોધના ડરે ગુપ્ત રીતે આત્મવિવાહ કર્યા છે.