આત્મનિર્ભર ગ્રામયાત્રાનો ગોધરાથી પ્રારંભ, અર્જૂનસિંહ ચૌહાણ પણ રહ્યા હાજર
રાજ્યમાં ચાલી રહેલ ત્રી દિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજ્ય કક્ષાનો સમાપન કાર્યક્રમ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગોધરાના ઓરવાળા ગામ ખાતે યોજાયો હતો. રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૦૯ થી વધુ રથથી પરિભ્રમણ કરી ત્રણ દિવસમાં પંચમહાલ જિલ્લાની ૩૮ જિલ્લા પંચાયત બેઠક સહિત રાજ્યભરની ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો આવરી લઈ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યા બાદ આજરોજ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સમાપન ગોધરાના ઓરવાળા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
ગોધરા : રાજ્યમાં ચાલી રહેલ ત્રી દિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજ્ય કક્ષાનો સમાપન કાર્યક્રમ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગોધરાના ઓરવાળા ગામ ખાતે યોજાયો હતો. રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૦૯ થી વધુ રથથી પરિભ્રમણ કરી ત્રણ દિવસમાં પંચમહાલ જિલ્લાની ૩૮ જિલ્લા પંચાયત બેઠક સહિત રાજ્યભરની ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો આવરી લઈ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યા બાદ આજરોજ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સમાપન ગોધરાના ઓરવાળા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
એક એવું ડ્રોન જે ખેડૂત અને સરકાર બંન્નેની ચિંતા એક જ ધડાકે કરી દેશે દુર, બંન્ને થશે ખુશ
આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીએ ફરી વખત મકાઈ ડોડાની વાત યાદ અપાવી કેનાલ યોજના માટે 275 કરોડ વહેલી તકે ફાળવી આપવાની વાત પોતાની રમુજી છટામાં યાદ કરાવી હતી. આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રાજ્ય કક્ષાના સમાપન કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ અને મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ત્રી દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં અંદાજીત ૧૯૬૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત થયા છે. મંત્રી અર્જુનસિંહના વક્તવ્યની શરૂઆતમાં જ સભા મંડપ છોડી જઈ રહેલ મહિલાઓને રોકાઈ જવા વિનંતી કરી હતી.
દરેક ગુજરાતીને GOA જવાનું મન થાય તેવું ભવ્ય આયોજન, મંત્રી હર્ષ સંઘવી કરાવશે કાર્યક્રમની શરૂઆત
આ સમાપન સમારોહમાં ગુજરાત આદિજાતિ વિકાસ અને આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથાર, ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત ગ્રામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube