ચેતન પટેલ/સુરત : તાપી નદીમાં માછલી પકડવા માટે બોટમાં ગયેલા યુવાનોની બોટ ઉંધી વળી જતા બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. અમરોલી ઉત્રાણ પાસે તાપી નદીમાં માછલી પકડવા ગયેલા યુવાનોની સેલ્ફી લેવા જતા બોટ પલટી ખાવાની ઘટના બની છે. જે બોટમાં સવાર પાંચ યુવાનો પૈકી બેના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે ત્રણ યુવાનોનો બચાવ થયો છે. અમરોલી ઉત્રાણ નજીક તાપી નદીમાં આજે પાંચ યુવાનો મિત્રો બોટમાં સવાર થઇને માછલી પકડવા માટે ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે SOCIAL MEDIA ના જાણકાર છો? હવે CID ક્રાઇમમાં જોડાવા માટેની ઉત્તમ તક


દરમિયાન યુવાનો સેલ્ફી લેઈ રહ્યા હતા ત્યારે બોટનું બેલેન્સ ખોરવાતા અચાનક બોટ પલટી હતી. જેને કારણે પાણીમાં પડેલા યુવાનો પૈકી બે ડૂબવા લાગ્યા હતા. જયારે અન્ય ત્રણ યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ જાતે સલામત રીતે બહાર નીકળી ગયા હતા. જયારે સવા ત્રણ નજીક અમરોલી નજીક તાપી નદીમાં બોટ પલટી માર્યાની જાણ ફાયરને કરવામાં આવતા ફાયર બ્રીગેડે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 


છાપરા ખાલી કરાવવા ગયેલી AMC ની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ, પોલીસે બળપ્રયોગ કર્યો


ડૂબેલા બે યુવાનોની શોધખોળ શરુ કરી હતી. જેમાં બંનેની લાશ મળી આવી હતી. જે લાશને સ્થાનિક પોલીસના હવાલે કરવામાં આવતા પોલીસે પોસ્ટ મોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પીટલમાં મોકલી આપી હતી. ડૂબેલા યુવાનોમાં વેડરોડ પુરુષોત્તમ નગર ખાતે રહેતા અને રત્નકલાકાર ૨૦ વર્ષીય રહુલ લક્ષ્મણ સોનવણે અને વેડરોડ રહેમતનગર ખાતે રહેતા ૩૫ વર્ષીય અજય બચ્ચુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. જયારે બંને યુવાનોના મોતને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી છવાય ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube