અતુલ તિવારી/અમદાવાદ : વિશ્વનું સૌથી મોટું રસીકરણ દેશભરમાં શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન વોરીયર્સને રસી અપાયા બાદ 50 વર્ષની ઉપરના તેમજ અન્ય બીમારીઓથી પીડિત અમદાવાદીઓને ઝડપથી વેક્સીન મળી રહે તેની તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા શરુ કરી દેવાઈ છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની 171 શાળાઓમાં રસીકરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આ સાથે જ 612 જેટલા સ્કુલ બોર્ડના શિક્ષકોને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરીમાં જોડાવા માટે ટ્રેઈન કરી દેવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદમાં નશો કરીને ઇંટોના ભઠ્ઠા પર સુતા, સવારે ભઠ્ઠો સળગી ઉઠતા બંન્નેના મોત


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની 471 શાળાઓમાંથી 171 શાળાઓમાં રસીકરણની કામગીરી શરુ કરાશે. આ સિવાય કોરોના મહામારી દરમિયાન 46 શિક્ષકો જુદી જુદી કામગીરી કરતા દરમિયાન કોરોનાગ્રસ્ત થયા હતા તેમના સહીત 4600 શિક્ષકોની યાદી પણ રસીકરણ માટે તંત્રને મોકલી આપવામાં આવી છે. આ અંગે માહિતી આપતા સ્કૂલ બોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમરએ જણાવ્યું કે AMCના આરોગ્ય વિભાગ દ્વારા અમારી પાસે શાળાઓની યાદી માગવામાં આવી હતી. જેના માટે અમે 400 શાળાઓની યાદી સોંપી હતી. હાલ 171 શાળાઓમાં રસીકરણ માટે તૈયાર કરાઈ છે. હાલ સ્કૂલબોર્ડની પ્રાથમિક શાળાઓ બંધ છે એટલે તમામ લોકોને તેમના ઘરની નજીકમાં રસીકરણ કેન્દ્ર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.


નવસારી: ઇકો પોઇન્ટમાં નાનકડી બોટમાં 23 લોકોને ઠુસવામાં આવ્યા, ધક્કામુક્કી થતા બોટ પલટી અને 5ના મોત


ઉલ્લેખનીય છે કે થોડા જ સમય પહેલા AMC સંચાલિત શાળાઓમાં જિલ્લા પંચાયત હસ્તકની કેટલીક શાળાઓ જોડાઈ છે. જેના તમામ શિક્ષકો કોરોનાકાળ દરમિયાન ડોર ટુ ડોર સર્વે, રાશન વિતરણ, કોરોના ટેસ્ટીંગ ડોમ અને કોવિડ સેન્ટરમાં નોન કોવિડ ડ્યુટીમાં ફ્રન્ટલાઈન વોરિયર તરીકે ફરજ બજાવી હતી. આ કામગીરી ટુંક જ સમયમાં શરૂ થશે. દરેક નાગરિકને પોતાની નજીકની શાળામાં જ વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube