ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. કોંગ્રેસે પહેલી યાદી જાહેર કર્યા બાદ અમુક જગ્યાએ ભડકો પણ જોવા મળ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસની દિગ્જ્જોને મેદાને ઉતારવાની રણનીતિના ભાગરૂપે પેટલાદ વિધાનસભા બેઠક પરથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતસિંહ સોલંકીએ આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. જનતા જનાર્દન પોતાનું મન બનાવી રહી છે. પરંતુ આ વખતે પ્રજા બધી જ વસ્તુઓ ખુબ સારી રીતે જાણે છે. રાજકીય પક્ષ તરીકેની અમારી ભૂમિકા સાચી વાત રજુ કરવાની છે. માટે જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે તહોમતનામું મૂકી રહી છે. જનતાના સહકારથી અમે એક મહિના પછી સરકાર બનાવીશું, ત્યારે પ્રજાને યોગ્ય સાબિત થવા માટે અમે પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube