ગૌરવ પટેલ/અમદાવાદ :વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ચેતન રાવલે રાજીનામુ આપ્યું છે. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા કે, કોંગ્રેસ પતનની દિશામાં આગળ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ચેતન રાવલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે, હાલ કોંગ્રેસ પતનની દિશામાં આગળ વધી રહી છે જે હું જોઈ શકતો નથી. માટે પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું. મારી કોઈના વિશે કંઈક કહેવું નથી. કોઈના વિરોધમાં કંઈ બોલવું નથી. કોંગ્રેસમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે એકબીજા પર હાવી થવાની લડાઈ ચાલે છે. પાર્ટીમાં સંગઠન કરતા ચૂંટાયેલી પાકનું વજન વધારે છે.



તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા કે, પાર્ટીમાં કોઈ ત્યારે ચૂંટાય, જ્યારે તેમને પાર્ટી ટિકિટ આપે, જો ચૂંટાયેલી પાકને ચૂંટાયાનો ગર્વ હોય તો અપક્ષ તરીકે ચૂંટણી લડી બતાવે. સંગઠનથી પાર્ટી બને છે. મેં વર્ષ 2013 માં રાહુલ ગાંધીને આ અંગે પત્ર લખ્યો હતો. મારી આગળની દિશા શું હશે તે બે દિવસમાં નક્કી કરીશ. વિચારધારા માત્ર એટલી હોવી જોઈએ કે લોકોની સેવા કરવાની છે. તેના માટે પક્ષ કોઈ પણ માધ્યમ હોઈ શકે.


ત્યારે જોવુ એ રહ્યું કે, ચેતન રાવલ હવે કયા પક્ષમાં જાય છે. તેઓ આપમાં જોડાય છે કે ભાજપમાં. જોકે, તેમના જવાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે.