પેટલાદ: ટ્રેકટરની ટ્રોલીમાં કારનો કચ્ચરઘાણ, એકનું ઘટના સ્થળે જ મોત, 2ની સ્થિતી ગંભીર
પેટલાદ તાલુકાના રવીપુરા ચોકડી નજીક કાશીયાપુરા નજીક એક ટ્રેક્ટરની ટ્રોલીમાં સેન્ટ્રો કાર ઘુસી ગઇ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2ને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108ની ટીમે સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ દરમિયાન 108 ટીમના પાયલોટ અને સ્ટાફને મળેલી 90 હજારની રકમ ઘવાયેલા યુવકોનાં પરિવારને પરત કરી હતી.
વડોદરા : પેટલાદ તાલુકાના રવીપુરા ચોકડી નજીક કાશીયાપુરા નજીક એક ટ્રેક્ટરની ટ્રોલીમાં સેન્ટ્રો કાર ઘુસી ગઇ હતી. જેના પગલે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 2ને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108ની ટીમે સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ દરમિયાન 108 ટીમના પાયલોટ અને સ્ટાફને મળેલી 90 હજારની રકમ ઘવાયેલા યુવકોનાં પરિવારને પરત કરી હતી.
નરોડામાં પતંગ પર એક શબ્દના કારણે આખો વિસ્તાર બંધ, સર્જાઇ હુમલાઓની વણઝાર
બનાવની વિગતો અનુસાર સુરત રહેતા જીજ્ઞેશભાઇ પોપટભાઇ લાખાણી (ઉ.વ 45), પરેશ લુખ્ખી (ઉ.વ 45), ભરત ધર્મેશભાઇ દુધેલિયા (ઉ.વ 50) સૌરાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા. જો કે સેન્ટ્રો કાર સવારે 05.30 વાગ્યે રવીપુરા ચોકડીથી બાંધણી ચોકડી રોડ પર કાશીયાપુર નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે કારચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા કાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘુસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, પરેશભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
Gujarat Corona Update: 505 નવા દર્દી 764 સાજા થયા 03 દર્દીના મોત
જો કે અકસ્માત બાદ આવી પહોંચેલી 108ની ટીમે તમામ લોકોને ગાડીની બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા. જો કે ગાડીમાંથી તેમને રોકડા 53,540 રૂપિયા, બે મોબાઇલ, એક ઘડિયાળ અને એક વીટી અને એટીએમ કાર્ડ સહિત 90 હજાર રૂપિયાની મતા મલી આવી હતી. જે તેમણે પોતાની પાસે રાખી હતી. ઘાયલ યુવકોનાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને સુપ્રત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube