અક્ષરધામ આતંકી હુમલાનો આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો સેશન્સ કોર્ટનો હુકમ
અક્ષરધામ આતંકી હુમલા કેસના આરોપી યાસીન ભાટ ને ફરી એક વાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આતંકીના વધુ રિમાન્ડની માંગણી ના કરતા સ્પેશ્યલ સેશન્સ કોર્ટે આતંકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનું હુકમ કર્યો છે.
અમદાવાદ: અક્ષરધામ આતંકી હુમલા કેસના આરોપી યાસીન ભાટ ને ફરી એક વાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટમા રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આતંકીના વધુ રિમાન્ડની માંગણી ના કરતા સ્પેશ્યલ સેશન્સ કોર્ટે આતંકીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનું હુકમ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં 200ના દરની ડુપ્લીકેટ ચલણી નોટોનું કૌભાંડ આવ્યું સામે
જુઓ LIVE TV:
અગાઉ જ્યારે યાસીન ભાટ જંમ્મુ કાશ્મીરના અંનતનાગથી ઝડપાયો હતો ત્યારે તેને સ્પેશ્યલ સેશન્સ કોર્ટમા ક્રાઈમ બ્રાન્ચ ,એટીએસ ,એસઓજીના પોલીસ જાપ્તામાં રજુ કરાયો હતો અને તેના જોડે કેસની પૂછપરછ તેમજ તેને કાશ્મીર લઇ જઈને કેસને લાગતી વધુ માહિતી મેળવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ આજે પૂર્ણ થતાં તેને ફરીવાર સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.