અમદાવાદઃ પીએમ મોદી ડિગ્રી વિવાદ સાથે જોડાયેલા ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં અટવાયેલા કેજરીવાલની રિવીઝન એપ્લીકેશનની સેશન કોર્ટમાં સુનાવણી થઈ. માનહાનિ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટના સમનને પડકારનારી અરજીનો ગુજરાત યુનિવર્સિટી તરફથી જવાબ દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ સેશન કોર્ટે માનહાનિ કેસમાં નિયમિત સુનાવણી મેટ્રોપોલિટન કોર્ટમાં થવાની વાત કહેતા રિવીઝન પિટીશન પર આગામી સુનાવણી માટે 16 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી. કોર્ટમાં કેજરીવાલ તરફથી રજૂ થયેલા વકીલ સોમનાથ વત્સ અને પુનીત જુનાજાએ કોર્ટમાં જલદી સુનાવણીનો આગ્રહ કરતા કહ્યુ કે હાઈકોર્ટમાં 29 ઓગસ્ટે સુનાવણી છે. નિચલી કોર્ટ (મેટ્રોપોલિયન કોર્ટ) માં 31 ઓગસ્ટે સુનાવણી છે. તેવામાં સમનને પડકારતી રિવીઝન પિટીશન પર જલદી સુનાવણી કરવામાં આવે. કોર્ટે કેજરીવાલ તરફથી રજૂ કરવામાં આવેલી અરજીનો સ્વીકાર કરી લીધો. હવે 22 ઓગસ્ટે કોર્ટમાં નક્કી થશે કે આ મામલાની સુનાવણી ક્યારે થવાની છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદાકીય રીતે અટવાયો કેસ
ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહ આરોપી છે. નીચલી અદાલતમાંથી બંનેને એક વખત સમન્સ જારી કરવામાં આવ્યા છે. જેના પર બંને નેતાઓને હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લી સુનાવણીમાં બંને નેતાઓને વોરંટ જારી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ મેટ્રોપોલિટન કોર્ટે તેની સુનાવણી માટે 31 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. માનહાનિના કેસમાં કાનૂની લડાઈનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે નીચલી અદાલતની બદનક્ષીની કાર્યવાહી રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. 11 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે બંને નેતાઓની સ્ટેની માગણીને નકારી કાઢી હતી અને સુનાવણી માટે 29 ઓગસ્ટની તારીખ રાખી હતી.


કેજરીવાલ કોર્ટમાં ફસાયા:
કેજરીવાલ અપીલ - સુપ્રીમ કોર્ટ (25 ઓગસ્ટે સુનાવણી શક્ય)
રિવિઝન પિટિશન - સેશન્સ કોર્ટ (22મી ઓગસ્ટ રિવિઝન પિટિશન પર સુનાવણીની તારીખ હશે)
રિવ્યુ પિટિશન - ગુજરાત હાઈકોર્ટ (PM મોદીની ડિગ્રી વિવાદ પર ચુકાદા પર સુનાવણી બાકી)
માનહાનિનો કેસ - મેટ્રોપોલિટન કોર્ટ (31 ઓગસ્ટે સેશન્સ કોર્ટમાં વોરંટ જારી કરવા અંગેની સુનાવણી)


આ પણ વાંચોઃ ભરૂચ બેઠક પર હું અથવા મુમતાઝ પટેલ ઉમેદવાર હોઈશું: AAPના ધારાસભ્ય ચૈતર વસાવા


પાછલી સુનાવણીમાં હાજર થયા નહીં
ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ 26 જુલાઈની સુનાવણીમાં વિવિધ કારણોથી હાજર થયા નહીં. ત્યારે મેટ્રો કોર્ટે તેમના વકીલો પાસેથી શપથ પત્ર લીદુ કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ 11 ઓગસ્ટે કોર્ટમાં હાજર થશે. 11 ઓગસ્ટે બંને નેતાઓએ હાજર થવાનું હતું. ગુજરાત યુનિવર્સિટીના વકીલે બંને આરોપીઓ હાજર ન થવા પર વોરંટ જારી કરવાની માંગ કરી છે. તેના પર 31 ઓગસ્ટે સુનાવણી થશે. 


સેશન કોર્ટમાં શું થયું?
આજની સુનાવણીમાં યુનિવર્સિટી તરફથી વકીલ અમિત નાયર રજૂ થયા. તેમણે એક વકાલત પત્ર પણ દાખલ કર્યું. ત્યારબાદ કેજરીવાલના વકીલ સોમનાથ વત્સે તત્કાલ સુનાવણીની માંગ કરી હતી. યુનિવર્સિટીના વકીલે તેમાં વાંધો ઉઠાવ્યો. કોર્ટે કેજરીવાલના વકીલની માંગ નકારી દીધી. આ સાથે મેટ્રો કોર્ટમાં આપવામાં આવેલી અંડરટેકિંગ પ્રમાણે કેસની સુનાવણી જારી રાખવાની વાત કહી. હવે આ મામલામાં સાક્ષીઓની જુબાની લેવાની પ્રક્રિયા 31 ઓગસ્ટે મેટ્રો કોર્ટમાં કરવામાં આવશે. હાઈકોર્ટમાં 29 ઓગસ્ટની સુનાવણી નક્કી કરવામાં આવી છે. તેવામાં અરવિંદ કેજરીવાલના વકીલ સોમનાથ વત્સે હાઈકોર્ટની સુનાવણી પહેલા સેશન કોર્ટમાં સુનાવણી કરવાની અરજી કરી તો કોર્ટે આ અરજી પર 22 ઓગસ્ટ એટલે મંગળવારે ચુકાદો સંભળાવશે, જ્યારે સેશન કોર્ટે 16 સપ્ટેમ્બરે આગળની સુનાવણીની તારીખ દાખલ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube