અરવલ્લીના ભિલોડામાં સાત ઇંચ વરસાદ, રોડ પર પાણી ફરી વળતા મુશ્કેલી વધી
મોડાસ શામળાજી સ્ટેટ હાઇવે પર વરસાદી માહોલ સર્જાયો છે. ભિલોડામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
સમીર બલોચ/ભિલોડા: મોડાસ શામળાજી સ્ટેટ હાઇવે પર વરસાદી માહોલ સર્જાયો છે. ભિલોડામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અને હાથમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. મોટી સંખ્યામાં લોકો શાળાજી હાઇવે પર ફસાયા હતા. અરવલ્લી જીલ્લામાં સર્વત્ર વરસાદના આગમનથી જિલ્લામાં લોકોને ગરમીથી રાહત મળી છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.