ઝી બ્યુરો/ખેડા: 22 જાન્યુઆરીની દેશના તમામ સનાતનીઓ કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. સામન્ય લોકોને તો 22 તારીખે અયોધ્યામા દર્શન થવાના નથી. પરંતુ ગુજરાતમા કેટલાય લોકોને ખાસ આમંત્રણ આપવામા આવ્યુ છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ચરોતરના સાત સંતોને પણ આમંત્રણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ લપેટ...પતંગરસિયાઓ માટે ખુશખબર, આ દિશામાં ફૂંકાશે વાયરો, આગાહી વાંચી થઈ જશો રાજી


વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણ સંતોને અયોધ્યા રામ મંદિર તરફથી આમંત્રણ આપી દેવામા આવ્યુ છે. વડતાલ ટેમ્પલ કમીટીના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડૉ સંત વલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીને આમંત્રણ આપવામા આવ્યુ છે. આ ઉપરાંત નડિયાદના સંતરામ મંદિરના મુખ્ય મહંત રામદાસ મહારાજ, નિર્ગુણદાસ દાસ મહારાજ તથા ડાકોર દંડી આશ્રમના વિજયદાસ મહારાજને પણ આમંત્રણ આપી દેવામા આવ્યુ છે. 


સાપુતારામાં ગમખ્વાર અકસ્માત; લાકડાં ભરેલી ટ્રકની નીચે ક્રેટા કાર દબાઈ, 4નાં કરૂણ મોત


વડતાલ સ્વામિનારાયણ મંદિરના ત્રણેય સંતો આગામી 20મી તારીખે પ્લેન મારફતે અયોધ્યા પહોંચશે. આ ઉપરાંત વડતાલ મંદિર ધ્વારા અયોધ્યામા વિશેષ આયોજન કરાયું છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સતત 20 દિવસ સુધી ભાવિક ભક્તો માટે વડતાલ મંદિર ધ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. 


ખુશીનો માહોલ! શું ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ થશે? કુબેર ડિંડોરનું મોટું નિવેદન


મહત્વનું છે કે દરરોજ એક લાખ લોકો જમી શકે એવી વ્યવસ્થા મંદિરે ગોઠવી છે. અંદાજીત 25 લાખ લોકોને અયોધ્યામા વડતાલ મંદિર ભોજન પ્રસાદી વિનામૂલ્યે આપશે. 


7 જાન્યુઆરીથી ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ