* રાજકોટની યુવતી પર ગેંગરેપમાં વધુ એક નરાધમની ધરપકડ
* યુવતીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારની થઇ ધરપકડ
* ચાર નરાધમોએ  ભેગા મળી યુવતી પર કર્યો હતો ગેંગરેપ
* અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી જૈમીન પટેલને ઝડપ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : સૌરાષ્ટ્રની યુવતીને નોકરી આપવાની લાલચ આપી ભવિષ્ય બનવાનું કહી આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કેસમાં વધુ એક આરોપી ધરપકડ થઇ  છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ ગેંગરેપ કેસમાં પકડાયેલ આરોપી નગ્ન વિડ્યો બતાવી બ્લેકમેલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં પોલીસે અગાઉ 3 આરોપી ધરપકડ કરી ચુક્યા છે.


ઢોર ચરાવતા ચરાવતા બોર્ડર પાર જતા રહેલા શખ્સ પર 'નાપાકે' ના અમાનવીય અત્યાચાર


પોલીસ ગિરફતમાં રહેલ આ નરાધમ જૈમીન પટેલ પર આરોપ છે એક યુવતી પર ગેંગરેપનો. આરોપી જૈમીન સહિત 4 લોકો ભેગા મળી યુવતી પર ગેંગરેપ કર્યો હતો. જેમાં જૈમીન પટેલ યુવતી નગ્ન ફોટો-વિડ્યો બતાવી બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં આરોપી જૈમીન પટેલ બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પકડાયેલ આરોપી જૈમીન પટેલ અને અગાઉ પકડાયેલ આરોપીઓ પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ અને જીતેન્દ્રપુરી ગોસ્વામીએ રાજકોટની એક યુવતી જિંદગી બનાવવાનું કહી જિંદગી બરબાદ કરી નાખી હતી. યુવતી સાથે અવાર નવાર ગેંગ રેપ કર્યો. નશીલી વસ્તુઓનું સેવન કરીને યુવતીને રાજસ્થાન લઈ જઈ ત્યાં પણ ગેંગ રેપ કર્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ યુવતી સાથે ગુજરાત, રાજસ્થાન અને ચાલુ ગાડીમાં પણ દુષ્કર્મ થયા હતા. 


[[{"fid":"305862","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપાયેલો આરોપી)


3 કરોડની ખંડણી માટે અપહરણ, વેપારીએ 1 કરોડ ચુકવીને પુત્રને છોડાવ્યો પછી પોલીસ પહોંચી


ઘટનાની હકીકત એવી છે કે, યુવતી ગત ઓગસ્ટ મહિનામાં આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞનેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી. આરોપીઓ યુવતીને કહયુ હતું કે, તે લોકો ખુબજ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું  ભવિષ્ય બનાવી દેશે. આમ કહી ફરિયાદીને અલગ અલગ હોટેલ અને આરોપીના ફ્લેટમાં રેપ કરતા રહ્યા હતા. આરોપીઓના  અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહી ચુકેલા છે. મુખ્ય આરોપી પજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામી વિરુદ્ધ છેતરપીંડી ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે માલદેવ ભરવાડ પણ સરખેજના એક ગુના નોંધાઈ ચુક્યો છે.


કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા જ દવા અને ઈન્જેક્શનનો વપરાશ પણ ઘટ્યો


પકડાયેલ આરોપી જૈમીન પટેલ ચાર દિવસના રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આ કેસમાં મદદગારી કરનાર વોન્ટેડ નીલમ પટેલ હાલ ફરાર છે. ફરાર આરોપી નીલમે ફરીયાદી યુવતીનો પાસપોર્ટ અને 30 હજાર રૂપિયા પણ લઈ લીધા હતા. ત્યારે આરોપી નીલમ પટેલનો અન્ય શું રોલ છે તેની પણ તપાસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube