કાતિલ ઠંડી સહન નથી થતી ને! નવી આગાહી ચોંકવશે, 48 કલાક પછી ઠંડીનું ભયાનક મોટું તોફાન આવશે
Coldwave Alert : ગુજરાતનાં 9 શહેરોમાં નોંધાયું 10 ડિગ્રીથી ઓછું તાપમાન,,, 5.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠુંડુ શહેર,,, દાહોદમાં 6.6, નર્મદામાં 6.9 અને રાજકોટમાં નોંધાયું 8.3 ડિગ્રી તાપમાન
Ahmedabad News : ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. 5.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ત્યારે જો તમે પણ કાતિલ ઠંડી અનુભવી રહ્યા છો તો આ આગાહી ખાસ જાણી લેવી. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં હાલ ક્યાંય ઠંડી ઓછી થવાના અણસાર નથી. ઉપરથી આગામી 48 કલાકમાં ઠંડીનું પ્રમાણ અતિ વધી જશે. આ ઠંડી છેક ઉત્તરાયણ સુધી આવીને આવી જ રહેશે.
48 કલાક પછી ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે
હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અંગે વધુ એક આગાહી કરી છે. આગામી 48 કલાક પછી ગુજરાતમાં ઠંડીનો વધુ ચમકારો અનુભવાશે. જી હાં ઉત્તરાયણના દિવસે પણ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે. તો પતંગ રસિકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનની સ્પીડ પ્રતિ કલાક પાંચથી 10 કિલોમીટરની મીડિયમ સ્પીડ રહેશે. તો વાસી ઉત્તરાયણના દિવસે પણ મીડિયમ પવન ફૂંકાશે.
જાન્યુઆરીમાં ત્રાટકશે વાવાઝોડું, આ દિવસે કરા સાથે વરસાદની છે આગાહી
ક્યાં કેટલું તાપમાન
- 5.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર
- દાહોદમાં 6.6 અને નર્મદામાં 6.9 ડિગ્રી તાપમાન
- રાજકોટમાં 8.3 અને અમરેલીમાં 8.4 ડિગ્રી તાપમાન
- ગાંધીનગરમાં 9 અને વડોદરામાં 9.2 ડિગ્રી તાપમાન
- ડીસામાં 9.8 અને જામનગરમાં 10.3 ડિગ્રી તાપમાન
- ભુજમાં 10.4 અને ભાવનગરમાં 11.7 ડિગ્રી તાપમાન
- ડાંગમાં 12.3 અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે પણ કાતિલ ઠંડીની ગુજરાત માટે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જે બાદ ફરીથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. એટલે કે, 48 કલાક બાદ તાપમાનમાં ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવે છે ત્યારે પહેલા તાપમાન વધે છે અને તે બાદ તાપમાનમાં ઘટાડો નોંધાય છે. 10મી તારીખે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે તાપમાન ઊંચુ જોવા મળશે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
આવી રહ્યું છે વાવાઝોડું
10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પવન સાથે વરસાદની અપેક્ષા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં 12 જાન્યુઆરી સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે. 11 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાદળો છવાઈ શકે છે. ઉત્તરાખંડમાં 11 અને 12 જાન્યુઆરીએ કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે, કરાઈકલમાં 11 અને 12 જાન્યુઆરીએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. IMDના એલર્ટ મુજબ, આજે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં કોલ્ડ વેવની આશંકા છે. રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ 10 અને 11 જાન્યુઆરીએ શીત લહેરથી પ્રભાવિત થશે.
તો બીજી તરફ, ઉત્તર ભારતમાં માવઠાની આગાહી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. દિલ્લી-NCRમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ગઈ છે. ભારે ધુમ્મસના કારણે કંઈ ન દેખાતા વાહનચાલકો પરેશાન થયા છે. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન-વિમાન સેવાને અસર થઈ છે. અનેક ટ્રેન-ફ્લાઈટ મોડી પડી રહી છે. ઉત્તરપ્રદેશના અલગ અલગ શહેરોમાં પણ ભારે ધુમ્મસ છવાયું છે. પ્રયાગરાજ, અયોધ્યા, મુરાદાબાદમાં પણ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે. તડકો નીકળ્યા બાદ પણ કલાકો સુધી આ શહેરોમાંથી ધુમ્મસ હટતુ નથી.
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?