રાજુ રૂપરેલિયા/દ્વારકા: દ્વારકા(Dwarka)ના વરવાળા ગામ લોકોને સમય સર પાણી ન મળતા દેકારો ગામલોકો રસ્તા રોકો આંદોલન(Agitation) કરવામાં આવ્યું હતું. પાણી મુદ્દે ઉગ્ર બનેલી મહિલાઓએ સરકારી ગાડીઓ પણ રોકી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે મામલો વધારે ગરમાતા 50 જેટલી મહિલાઓની અટકાયત કરીને તેમને પોલીસ(Police) સ્ટેશન લઇ જવાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રારકાનું વરવાળા ગામ અંદાજે 15૦૦૦ની વસ્તી ધરાવે છે.  આ ગામમાં છેલ્લા એક માસ ઉપરથી પાણી મળતું ન હોવાની ફરિયાદ સાથે દ્વારકા જામનગર હાઈ-વે રોડ રોકી વાહન ચાલકો અને સરકારી ગાડીઓ રોકીને રોષ દર્શાવ્યો હતો આ દરમિયાન ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અચાનક જ પોલીસ આવતા રસ્તા રોકો આંદોલન કરતી મહિલાઓને પોલિસે ડી ટેઈન કરવા કાર્યવાહી હાથ ધરી હતી.


5000માં ટ્રાયલ વિના લાયસન્સ કાઢવાની લાલચ આપી સુરતીઓ સાથે થઇ ઠગાઇ


પાણી અંગે રજૂઆત કરવા મામલતદાર કચેરી જતી મહિલાઓ રસ્તો રોકો આંદોલન કરતા પોલીસે કાયદો બતાવી તમામ મહિલાઓની ડીટેઇન કરી હતી. લોકોનો પાણીનો પ્રશ્ન એમજ લટકી રહ્યો હતો. ત્યારે સરકાર પાણીના પ્રશ્ને વિરોધ કરી રહેલા મહિલાઓના પ્રશ્નનો ઉકેલ આવે તે પહેલા મહિલાઓની અટકાત કરવામાં આવતા મહિલાઓમાં રોષ વ્યાપી ગયો હતો.


જુઓ LIVE TV :