સુરતઃ જહાંગીરપુરાના એક ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં 3 વિદેશી યુવતી સાથે 4 યુવકોને ઝડપીને પોલીસ હવાલે કરાયા હતા. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા અંકુર હાઈટ્સના એક ફ્લેટમા દારૂની પાર્ટી ચાલતી હોવાની જાણ થતા મહિલાઓ ફ્લેટમા ઘુસી ગઈ હતી. જેમાં 3 થાઈલેન્ડની યુવતી અને 4 યુવકો દારૂની પાર્ટી કરતા પકડાયા હતા. જે પગલે લોકોએ તેમને પોલીસ હવાલે કર્યા હતા. જેથી તમામને હોસ્પિટલ ખસેડીને મેડિકલ તપાસ કરાઈ હતી.. અંકુર હાઈટ્સમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, આ મકાનમાં કૂટણખાનું પણ ચાલે છે. જેના કારણે તેઓ ત્રાસી ઉઠ્યા છે. આ મુદ્દે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.