સંસ્કારીનગરીમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ, ફોટા બતાવીને ચેટિંગ પર નક્કી થતા હતા ભાવ
સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ (Sex Racket) નો પર્દાફાશ થયો છે.
રવિ અગ્રવાલ, વડોદરા: સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરા (Vadodara) માંથી અવાર નવાર દેહ વેપાર (Ascot Service) ના ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે. એસઓજી પોલીસ (SOG Police) રેડ પાડીને 3 લોકોની ધરપકડ કરી હતી જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા (Vaodara) ના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ (Sex Racket) નો પર્દાફાશ થયો છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બનાવે તે ગ્રાહકોને આકર્ષિત કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું.
આજે ઇન્સટરનેટના માધ્યમથી સર્ચ દરમ્યાન ગુગલ ઉપર એસ્કોટ સર્વિસ (Ascot Service) ઇન વડોદરા ઉપર સચય કયાય પછી ‘SKOKKA’ નામની સાઇડ બતાવે છે. તે સાઇડ ઓપન કર્યા પછી તેના ઉપર ત્યાં એક વ્હોટસએપ મોબાઇલ નંબર ૭૨૦૯૮૯૦૨૭૬ નંબર બતાવે છે જેના ઉપર અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવી તે ફોટાઓ પૈકી યુવતીઓનુા ફોટા આધારે સીલેકશન કરવામાં આવે છે.
ત્યારબાદ વોટ્સઅપ (Whatsapp) પર ચેટીંગ કરી તે યુવતીનો ભાવ નકકી કરવામાં આવે છે અને તે મુજબ કલાકના અલગ અલગ ભાવ નકકી કરી તે પ્રમાણે સોદો નકકી થાય તો આ વોટ્સઅપ દ્વારા હોટલનો રૂમ બુક કરાવે છે, અને તે હોટલનું નામ સરનામું તથા લોકેશન તેમજ હોટલનો રૂમ નંબર સાથેનો ફોટો બતાવે છે.
જેના આધારે હોટલમાં જઇ હોટેલના મેનેજરને મળતા આ વોટ્સઅપ પર કોલ કરાવતા તે વોટ્સઅપ (Whatsapp) નંબરવાળો ઇસમ મેનેજરને વાત કરી તે રૂમ બુક કરેલી તે રૂમની ચાવી તથા ભાવ નકકી કરેલ યુવતીને તે રૂમમાં શરીરસુખ માટે મોકલવામાં આવતી હતી.
Love Jihad: ફરમીનબાનુએ કહ્યું પતિ ઉત્કર્ષને છે જીવનું જોખમ, પોલીસ રક્ષણની કરી માંગ
આધારે "હોટલ ન્યુ રીલેક્ષ ઇન" સયાજીગાંજ ૩૦૧,૩૦૨,૩૦૩ ટાવર –એ સીધ્ધી મવનાયક કોમ્પલેક્ષ,રેલ્વેસ્ટેશન પાછળ વડોદરાનું નામ તથા લોકેશન તથા રૂમ નંબર-૩૦૪ નો ફોટો મોકલ્યો હતો. જેના આધારે આ મોબાઇલ ધારક/યુઝર વડોદરા શહેરમાં સેકસ રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
એસઓજી પોલીસે રેડ (Police Raid) પાડી સેક્સ રેકેટ (Sex Racket) નો પર્દાફાશ કરતાં સયાજીગંજ પોલીસ ઉઘતી ઝડપાઇ હતી. રેડ દરમિયાન એસઓજી પોલીસે હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. રેડ દરમિયાન 39,700 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube