વલસાડ: હાઈ પ્રોફાઈલ સ્પા સેન્ટરની આડમાં કૂટણખાનું ઝડપાયું, થાઈલેન્ડની યુવતીઓ ઝડપાઈ

દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી હાઈ પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. સ્પા સેન્ટરની આડમાં આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જેના પર પોલીસે રેડ મારતા અનેક મોટા માથાના નબીરાઓ પણ ઝડપાયા હોવાનું કહેવાય છે.
જય પટેલ, વલસાડ: દક્ષિણ ગુજરાતના વલસાડમાંથી હાઈ પ્રોફાઈલ કૂટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. સ્પા સેન્ટરની આડમાં આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. જેના પર પોલીસે રેડ મારતા અનેક મોટા માથાના નબીરાઓ પણ ઝડપાયા હોવાનું કહેવાય છે. પોલીસે આ દરમિયાન 6 રૂપલલનાઓ અને 4 આરોપીઓની ધરપકડ કરી છે.
દારૂના દૂષણને ડામવા આજથી રાજ્યભરમાં પોલીસના દરોડા, મોટા પાયે દારૂનો નાશ કરાયો, 4 લોકો સામે ફરિયાદ
મળતી માહિતી મુજબ વલસાડના સાઈલીલા મોલમાં આ સ્પા સેન્ટર ચાલતું હતું. જ્યાં મસાજ અને સ્પાના નામે કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. કાશા ફ્રૂટ એન્ડ બોડી સ્પા નામના આ સેન્ટરના સંચાલિકાના જણાવ્યાં મુજબ અનેક મોટા માથાના નબીરાઓ વારંરવાર આ સ્પા સેન્ટરની મુલાકાત લેતા હોય છે. સ્પા સેન્ટરમાં આમ તો રિલેક્સ થવા માટે લોકો આવતા હોય છે પરંતુ અહીં તો સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપારનું કામ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.