Sextortion Racket : જો તમે સોશિયલ મીડિયા યુઝર છે, તો સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને તમે એ લોકોમાંથી છો, જેઓને અજાણ્યા નંબરોથી વીડિયો કોલનો જવાબ આપવામાં કોઈ તકલીફ નથી. તો તમને સેક્સટોર્શનની ધમકીઓ મળી શકે છે. કારણ કે, શક્ય છે કે, ભવિષ્યમાં તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે. ગુજરાતના સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન પર નોંધાયેલા 5000 કેસ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા ક્રાઈમ સાથે છે. અડધાથી વધુ કેસ સેક્સટોર્શન કોલ્સથી સંબંધિત છે. ચોંકાવનારી બાબત એ છએ કે, તેમાં એકલા પુરુષો નથી, જે આ સેક્સટોર્શનના ગ્રૂપના ટાર્ગેટ છે. ગત એક વર્ષમાં અમદાવાદમાં વીડિયો કોલ પર ખુદના કપડા ઉતારવાના મામલામાં મહિલાઓને પણ નિશાન પર બનાવવાના કિસ્સા સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત જાન્યુઆરી, 2022 થી લઈને વર્ષના 4 માર્ચની વચ્ચે સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન પર 5091 ફરિયાદો દાખલ કરાઈ છે. સોશિયલ મીડિયાથી સંબંધિત ફરિયાદોમાંથી અંદાજે 2382 સેક્સટોર્શન કોલથી સંબંધિત હતી. સેક્સટોર્શનની ફરિયાદોની સંખ્યામાં અમદાવાદ અને સુરત શહેર સૌથી આગળ છે. જ્યાં ક્રમશ 583 અને 327 કેસ દાખલ કરાયા છે. 


તો વડોદરા અને રાજકોટમાં હેલ્પલાઈન પર ક્રમશ 186 અને 119 કેસ દાખલ કરાઈ છે. અમદાવાદ પોલીસના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે, અપરાધી પોતાના કપડા ઉતારવાની સાથે સાથે એ અસહાય પીડિતોની ચહેરાના સ્ક્રીનશોર્ટ ક્લિક કરે છે, જે તેમના કોલ ઉઠાવે છે. તેના બાદ સેક્સટોર્શન કરનારા અપરાધી કોલ કાપી દે છે અને સ્ક્રીમશોટનો ઉપયોગ પીડિતોથી છેડછાડ કરવા માટે કરાય છે. 


સીઆઈડી ક્રાઈમના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે, સામાજિક કલંક અને અને તથ્યના કારણે જિલ્લા પોલીસ સ્ટેશનો પર નોંધાયેલી ફરિયાદોને રોજના આધાર પર જોડી શકાતુ નથી. ઓનલાઈન સેક્સટોર્શનની રિપોર્ટ ઓછી દાખલ થતી હતી. પરંતુ હવે તેનુ પ્રમાણ વધ્યું છે. અમદાવાદ શહેરમાં સોલા, ઘાટલોડિયા, ચાંદખેડા, પાલડી, વસ્ત્રાપુર, વેજલપુર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં સૌથી વધુ ફરિયાદો દાખલ થાય છે. સુરત શહેરમાં ઉમરા, વરાછા રોડ, સરથાના, પુના ગામ, કટોદરાના પોલીસ વિસ્તારમાં હેલ્પલાઈન પર વધુ કેસ દાખલ થાય છે. 


સેક્સટોર્શનમાં પુરુષ યૌન શોષણ કરનારાઓના સામાન્ય લક્ષણો હોય છે. અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસના સૂત્રોનું કહેવુ છે કે, તેમની સામે એવા કિસ્સા સામે આવે છે, જેમાં મહિલાઓનું યૌન શોષણ કરવામાં આવે છે. 2020 અને 2021 માં, આવા બે કે ત્રણ કેસ નબ્યા છે. પરંતું 2022 માં ઓછામાં ઓછા 20 કોલ મહિલાઓને ટાર્ગેટ કરનારા હતા. ડાર્ક વેબ માર્કેટપ્લેસ પર સામાન્ય રીતે મોટી સંખ્યામાં કાર્ડ ડેટા જપ્ત કરવામાં આવે છે. ભોળી મહિલાઓને સેક્સટોર્શનના કોલ્સમાં ફસાવવા માટે આ ડેટા પહોંચાડવામાં આવે છે.