Vaishnodevi Underpass: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો
Vaishnodevi Circle: AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.
S G Highway: રાજ્યમાં ફરી એકવાર ગુજરાતમાં ભાજપની સરકાર સત્તામાં આવી છે. ત્યારે ધડાધડ કામોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે ચૂંટણી પહેલાં અટવાઇ પડેલા કામોને આગળ વધારવા માટે સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વૈષ્ણોદેવી સર્કલ પાસેના અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું.
આ અંડરબ્રિજ ખુલ્લો મુકાતાં ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંડરબ્રિજના લીધે સરળ અને ટ્રાફિક ફ્રી એસ જી હાઇવેના ઇન્ફ્રાષ્ટ્રક્ચરમાં વધુ એક ઉમેરો થયો છે. AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.
'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube