કિજલ મિશ્રા/અમદાવાદ: 11મી અને 12મી જાન્યુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનના થશે. ભાજપનુ મહામંથન અને આ જ મેદાનથી નક્કી કરાશે વર્ષ 2019ની ચૂટણીનો રોડ મેપ.  11મી અને 12મી જાન્યુઆરીએ યોજાનાર ભાજપની  રાષ્ટ્રીય પરિષદ પર છે. સૌની નજર જેમા ગુજરાત માંથી પણ 600 જેટલા પદાધિકારીઓ ભાગ લશે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે ભાજપે ચૂંટણીમા તમામ પક્ષોને ટક્કર આપવા કમર કસી લીધી છે. ભાજપમાં ચાણકય ગણાતા એવા રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ દ્વારા દેશભરમા વિવિધ રાજ્યો માટે પ્રભારી સહપ્રભારીઓની જાહેરાત કરી દેવામા આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂટણીને ધ્યાનમા લઇને 17 જેટલી સમિતિ ઓની પણ રચના કરવામાં આવી છે. ત્યારે આગામી 11 -12 જાન્યુઆરી દિલ્હીના રામલીલા મેદાનમા ભાજપની રાષ્ટ્રીય પરિષદ યોજાશે. જેમા દેશભર માથી 12000થી વધુ  પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેમા ગુજરાત 600થી વધુ પદાધિકારીઓ અપેક્ષિત છે. સામાન્ય રીતે આ પરિષદનુ આયોજન દર 6 મહિને એક વાર કરવાનુ હોય છે. જો કે રાજકીય પાર્ટીઓ માટે આટલી મોટી માત્રામાં આ પ્રકારે પરિષદનુ આયોજન રાબેતા મુજબ શક્ય હોતુ નથી. પરંતુ ચૂંટણીઓ પહેલા ભાજપ દવારા અચૂક રીતે આ બેઠકનુ આયોજન કરવામાં આવે છે.


જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, બે માંથી એક મોબાઇલ ગાયબ


પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામા આવ્યુ હતુ. અને ત્યારબાદ હવે 11 જાન્યુઆરીએ ફરી રાષ્ટ્રીય પરિષદ યોજાશે. જો કે આ વખતે પરિષદનું સ્વરૂપ મોટુ રાખવામા આવ્યુ છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં અત્યાર સુધી 100 જેટલા પદાધિકારીઓ અપેક્ષિત રહેતા હતા. જો કે આ વખતે સીએમ ડેપ્યુટી સીએમ મંત્રીમંડળ સહિત ધારાસભ્યો, સાસંદો, પ્રદેશ હોદ્દેદારો વિવિઘ મોરચા તથા સેલના અધ્યક્ષ જિલ્લા અધ્યક્ષ તથા જિલ્લા પ્રભારી લોકસભા ચૂટંણી સમિતિ એમ કુલ 600થી વધારે પદાધિકારીઓ બેઠકમાં હાજર રહેશે જેઓ ગુરુવાર મોડી સાંજ સુધી દિલ્હી પહોચશે.


છેલ્લા 6 વર્ષથી વસતા મૂળ પાકિસ્તાનના હિન્દુઓને મળશે ભારતનું નાગરિત્વ


મહત્વનુ છે કે ગત લોકસભાની ચંટણી ના ગુજરાતની 26  માંથી 26 બેઠકો પર ભાજપ નો ભગવો લહેરાયો હતો ગુજરાત વિધાન સભા ની ચૂટણીના પરિણામો બાદ આગામી સમયમા ફરી એક વાર તમામ સીટો પર પુનરાવર્તન એ લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે જો કે ભાજપદ્વારા દેશ ભરમા વઘુ મા વઘુ બેઠકો લાવવા માટે રણનિતિ ઘડવામાઆવી રહી છે ત્યારે દેશના વડા પ્રઘાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ નુ હોમ ગ્રાઉન્ડ જ ગુજરાત હોવાથી તમામની નજર અહીની લોકસભા બેઠકો પર હોય એ સ્વાભાવિક છે ત્યારે રાષ્ટ્રીય પરિષદ મા આગામી ચૂટણી નો રોડ મેપ નો નક્કી કરાશે જ સાથે દરેક રાજ્ય ને ધ્યાનમા રાખીને પણ ખાસ કાર્યક્રમો નક્કી કરવામા આવશે