Ram Mandir Pran Pratistha: દેશના ખુણેખુણેથી રામ મંદિર સેવા ટ્રસ્ટને ભેટો પહોંચી રહી છે. શ્રીરામ મંદિર માટે ગુજરાતીઓએ અનેક ભેટ-સોગાદ મોકલાવી છે. ત્યારે ભગવાન શ્રીરામ માટે અયોધ્યામાં ગુજરાતમાંથી વધુ એક ભેટ મોકલવામાં આવી છે. ધ્વજ દંડ, નગારું, 108 ફૂટની અગરબત્તી, વિશાળ દીવો અને હવે અમદાવાદના શાહ પરિવારે પ્રસાદ વેન્ડીંગ મશીન ભેટમાં આપ્યા છે. અયોધ્યા મંદિર પરિસરમાં આવા 20 પ્રસાદ વેન્ડીંગ મશીન જોવા મળશે. નમસ્તેજી પ્રસાદ વેન્ડીંગ મશીનમાંથી દર પાંચ સેકન્ડે એક પ્રસાદનું પેકેટ નીકળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેથી ભક્તોને પ્રસાદ માટે વધારે સમય સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે નહીં. આ મશીન સેન્સરના માધ્યમથી ચાલશે. 6 ફૂટ ઉંચાાઈ ધરાવતા આ મશનીમાં એક સ્ક્રીન છે જેમાં ભગવાન શ્રીરામનો ફોટો છે. આ મશીનમાં 1200થી 1400 પ્રસાદના પેકેટની ક્ષમતા છે. આગામી સમયમાં રામભક્તોના ભારે ધસારાના પગલે વધુ પ્રસાદ વેન્ડીંગ મશીન મૂકાશે.



અયોધ્યા રામ જન્મ ભુમી મંદિર ખાતે આ પ્રસાદ વેન્ડીંગ મશીન મુકાશે. આ પ્રસાદ વેન્ડીગ મશીન દ્વારા દેશ દુનિયામાંથી આવતા શ્રદ્ધાળુંઓને પ્રસાદ અપાશે. આ વેન્ડીંગ મશીનને “નમસ્તેજી“ નામ અપાયું છે. સેન્સરના માધ્યમથી ઓટોમેટિક આ પ્રસાદ મશીન ચાલશે. પ્રભુ રામ ભક્તોને પ્રસાદ વહેંચતા હોય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવશે.


આ વેન્ડીંગ મશીનની ખિસયતની વાત કરીએ તો 6 ફુટ ઉંચાઇ અને 3 ફુટ બાય ૨*૫ ફુટ મશીન સાઇઝ છે. પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે. રામ ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખી વધુ મશીન પણ મુકાશે.