મૌલિક ધામેચા/ અમદાવાદઃ શાહઆલમમાં નાગરિક્તા સુધારા કાયદાના વિરોધમાં અમદાવાદ બંધના એલાન દરમિયાન પોલીસ પર થયેલા હુમલામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ઉમરખાન સહિત વધુ 15 આરોપીઓની ધરપકડ કરી છે. ઉમરખાને લખનઉના પોલીસ લાઠીચાર્જનો વીડિયો શાહઆલમની ઘટનાનો હોવાનું જણાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જેના કારણે લોકોમાં વધુ ઉશ્કેરાટ ફેલાયો હતો. આમ, શાહઆલમ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 આરોપીઓની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુમલા પહેલા કરી હતી મિટિંગ
આ અંગે વિગતો આપતા ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું કે, "શાહઆલમમાં જે હુમલો થયો તેના પહેલા કોંગ્રેસના દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે ધાર્મિક સ્થળોએ જુદી-જુદી ત્રણ મીટિંગ કરી હતી. વિરોધ પ્રદર્શન માટે તેમણે 17 અને 18 ડિસેમ્બરની મંજૂરી માગી હતી, જે ન મળતાં આરોપી શહેઝાદે વીડિયો જાહેર કરી  મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવાનો સંદેશો આપ્યો હતો."


MS વોટ્સએપ ગ્રૂપ પણ હતું કાર્યરત
બી.વી. ગોહિલે વધુમાં જણાવ્યું કે, "આરોપીઓ દ્વારા એક MS વ્હોટ્સએપ ગ્રૂપ પણ બનાવવામાં આવ્યું હતું. મહેબુબ ખાન અને શરીફ ખાન નામના બિલ્ડર દ્વારા MS  નામનું એક વ્હોટ્સ એપ ગ્રૂપ બનાવાયું હતું. આ વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરીને જુદા-જુદા વિસ્તારમાં રહેતા લોકોને એક્ઠા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રેલી દરમિયાન પોલીસે જ્યારે લોકોને ડીટેઈન કર્યા ત્યારે વ્હોટ્સએપમાં વિવિધ મેસેજોનો મારો કરાયો હતો."


શનિવારે પકડાયેલા 15 આરોપીઓ
1. અશફાક ઈનાયતહુસેન સૈયદ
2. મોહંમદશરીફ સૈયદ
3. મુન્ના ઉર્ફે મૈયોદીન ખાજાસાબ દીવાન
4. પરવીનબાનુ ઉર્ફે મન્જુ ઐયુબભાઈ શેખ
5. મુફીસઅહેમદ અનીશઅહેમદ શેખ
6. એજાઝ ઉર્ફે ચુચુ જાકીરભાઈ રંગરેજ
7. બાબુભાઈ ઉર્ફે નિઝામ મહેબુબભાઈ રંગરેજ
8. મોહંમદસલમાન ઉર્ફે સલમાન મોહંમદ રીઝવાન શેખ
9. સરફરાજ ઉર્ફે સરફુસ દિલાવરભાઈ અજમેરી
10. મસ્તાન ઉર્ફે ગેંડો ખાજાસાબ દીવાન
11. ફિરોઝખાન મુસ્તુફાખાન પઠાણ
12. બબલુ મોહંમદ રમઝાન શેખ
13. મુબસીર મોહંમદહનીફ શેખ
14. રિઝવાન ઉર્ફે મુર્ગી ઉસ્માનભાઈ અન્સારી
15. ખલીલ અહેમદ જહીરઅહેમદ શેખ


જુઓ વીડિયો....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....