અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના જવાન પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન મોત થયું હતું. ખેરાલુના કુડા ગામે પરિવારે દિકરો ગુમાવતા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક જવાન છેલ્લા 3 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. મહત્વનું છે, કે એક માસ પહેલા જ મૃતક જવાનના લગ્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહિદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુડા ગામે રહેતા ગરીબ પરિવારને પોતાનો પુત્ર શહીદ થયાના સમાચાર સાંભળતાંજ તેવો ભાંગી પડયા હતા. શહીદ જવાનના પરિવારમાં માતા, પિતા,ભાઈ અને બહેન તથા માત્ર એક માસ પહેલાં લગ્ન કરેલ પત્ની તમામ ઘેરા શોકમાં સરી પડયા હતા. કુડા જેવા ગામમાં ભારે ઘેરા શોકની લાગણીમાં ગ્રામજનો ડુબી ગયા હતા.


દરિયાની લહેરો સામે તરવાની આશા સાથે 19 વર્ષની મોનિકા દુનિયાને દેખાડશે નારી શક્તિ


શહીદ થયેલા જવાનના પિતાએ ખેતમજુરી કરી બંન્ને પુત્રોને ભણાવતા હતા જયારે એક પુત્ર પ્રવિણજી આર્મીમાં નોકરી મળતાં પરિવાર અત્યંત આનંદમય જીવન પસાર કરતો હતો. ઉપરાંત બીજો પુત્ર જોરાજી કે જે હાલ અભ્યાસ સાથે સાથે આર્મીમાં જોડાવા માટેની તૈયારી પણ કરી રહ્યો છે. પરિવારને પોતાનો પુત્ર પ્રવિણજી શહિદ થયાના સમાચાર મળતાંજ પરિવારના માથે આભ તુટી પડયુ હતુ.


સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત


જુઓ LIVE TV:



શહીદ પ્રવિણજીના પિતા ખેતરમાં ખેત મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારને રહેવા માટે માત્ર એક ઝૂપડુ છે. પરિવારને પ્રવિણજી આર્મીમાં લાગ્યા બાદ પરિવારને આર્થીક રીતે ટેકો થતાં પરિવાર ખુશી ખુશી જીવન જીવી રહ્યા હતા.