નોટબંધી દરમિયાન ભાજપના આ નેતાએ પત્નીને ભેટ કરી હતી મર્સિડિઝ, હવે છે ચૂંટણીના મેદાનમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પૂરેપૂરું જોર લગાવી રહી છે. ભાજપે ગુજરાતમાં તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. પરંતુ તેમાંથી ડભોઈ બેઠક ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ બેઠક પર ભાજપ તરફથી શૈલેષ મહેતા(સોટ્ટા) ચૂંટણી લડી રહ્યાં છે. જેમણે નોટબંધી દરમિયાન પત્નીને લગ્નની વર્ષગાઠ પર મર્સિડિઝ ગાડી ભેંટ આપી હતી. દબંગ પ્રવૃત્તિના મહેતા વડોદરાના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. ગત વર્ષ 30 નવેમ્બરના રોજ લગ્નની 27મી વર્ષગાઠ પર પત્ની મીના મહેતાને મર્સિડિઝ બેન્ઝ સી-ક્લાસ કાર ગિફ્ટ કરી હતી. મહેતા વ્યવસાયે બિલ્ડર છે તથા અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ વખતે ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે પોતાની સંપત્તિ 17.93 કરોડ દર્શાવી છે.
નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પૂરેપૂરું જોર લગાવી રહી છે. ભાજપે ગુજરાતમાં તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. પરંતુ તેમાંથી ડભોઈ બેઠક ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ બેઠક પર ભાજપ તરફથી શૈલેષ મહેતા(સોટ્ટા) ચૂંટણી લડી રહ્યાં છે. જેમણે નોટબંધી દરમિયાન પત્નીને લગ્નની વર્ષગાઠ પર મર્સિડિઝ ગાડી ભેંટ આપી હતી. દબંગ પ્રવૃત્તિના મહેતા વડોદરાના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. ગત વર્ષ 30 નવેમ્બરના રોજ લગ્નની 27મી વર્ષગાઠ પર પત્ની મીના મહેતાને મર્સિડિઝ બેન્ઝ સી-ક્લાસ કાર ગિફ્ટ કરી હતી. મહેતા વ્યવસાયે બિલ્ડર છે તથા અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ વખતે ઉમેદવારી નોંધાવતી વખતે તેમણે પોતાની સંપત્તિ 17.93 કરોડ દર્શાવી છે.
વર્ષ 2011 અગાઉ મહેતા જેડીયુમાં હતાં અને ભાજપની ખુબ આલોચના પણ કરતા હતાં. પરંતુ જુલાઈ 2011માં તેમણે બે અન્ય ધારાસભ્યો સાથે ભાજપ જોઈન કરી હતી. જો કે ભાજપમાં જોડાવવાનો સ્થાનિક પાર્ટી નેતાઓએ વિરોધ કર્યો હતો પરંતુ ભાજપના મોટા નેતાઓ સાથ ઘરોબો કેળવવામાં તેઓ સફળ રહ્યાં હતાં. તેમણે ત્યારબાદ ભાજપની ટિકિટ પર સ્થાનિક ચૂંટણી પણ લડી. મહેતા પર અનેક કેસ ચાલે છે. સ્થાનિક કોર્ટ દ્વારા તેમને હત્યાના પ્રયત્નના એક મામલામાં 2000માં દોષિત પણ ઠેરવવામાં આવ્યાં હતાં. તેમને એક વર્ષ જેલની સજા થઈ હતી. મહેતાએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલી છે. તેઓ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે.
આ બેઠક પરથી કોંગ્રેસે ગુજરાતના પૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પુત્ર તથા કોંગ્રેસ પ્રચાર સમિતિના પ્રમુખ સિદ્ધાર્થ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. સિદ્ઘાર્થ પટેલ કોંગ્રેસમાં પાટીદાર સમાજનો આગળ પડતો ચહેરો છે. તેઓ 1998થી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે. તેમણે બે વાર જીત મેળવી. બે વાર હારનો સામનો કરવો પડ્યો. જો કે વર્ષ 2012માં તેઓ ડભોઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતાં. વર્ષ 2008માં તેઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહ્યાં હતાં. તેઓ 1998થી 2002 સુધી ગુજરાત વિધાનસભામાં પાર્ટીના મુખ્ય સચેતક પણ રહી ચૂક્યા છે. ડભોઈને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. ડભોઈ બેઠક પર સ્થાનિક વિરુદ્ધ બહારની વ્યક્તિનો મુદ્દો પણ હાવી છે.