Shaktisinh Gohil Allegation : ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સવાર 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 30.27 ટકા મતદાન સાથે બનાસકાંઠામા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તો 19.83 ટકા મતદાન સાથે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ
વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો છે. આ અંગે તેમણે કહ્યું કે, વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે. 


રૂપાલાને મળવા જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતાની રસ્તામાં તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયા


અમિત શાહે ખેસ કેમ પહેર્યો?
આ સાથે જ શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રી અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યા અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. કેસરી કેસ કરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ. હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ. 


 


લેઉવા પાટીદાર પત્રિકાકાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતા


 


અમદાવાદીઓ વોટ કરવામાં પાછળ પડ્યા, પહેલા બે કલાકમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયું