ગૌરવ પટેલ/ અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 10મો દિવસ છે. ત્યારે મેડિકલની ટીમ તેના ચેકઅપ માટે પહોંચી હતી પરંતુ હાર્દિક પટેલે મેડિકલ ચેકઅપ કરાવવાની ના પાડી દીધી હતી. આજે શક્તિસિંહ ગોહિલ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ પ્રવિણ તોગડિયાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું ડેલિગેશન હાર્દિકને સમર્થન આપવા આવશે. તો બીજી તરફ હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર યુવાનો મુંડન કરાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"181175","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અનામત અને ખેડૂતોના દેવામાફીની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર બેઠેલા પાસ કન્વિનર હાર્દિક પટેલાના ઉપવાસનો આજે 10મો દિવસ છે. ત્યારે મનિષા પંચાલની આગેવાનીમાં સોલા સિવિલની ટીમ હાર્દિક પટેલના મેડીકલ ચેકઅપ માટે ઉપવાસ સ્થળે પહોંચી હતી પરંતુ હાર્દિકે કોઇપણ પ્રકારના ટેસ્ટ કરવાની ના પાડી દેતા ટીમ સિવિલ હોસ્પિટલ પરત ફરી હતી. આજે કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ હોર્દિકને સમર્થન આપવા ઉપવાસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ પ્રવિણ તોગડિયાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું ડેલિગેશન તેને આપવા માટે આપવા આવશે. તો બીજી તરફ હાર્દિક પટેલને સમર્થન આપવા પાટીદાર યુવાનો સામે આવ્યા છે. સરકારની તાનાશાહી અને પોલીસ તંત્રના વિરોધમાં હાર્દિક પટેલે સમર્થન કરવા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી 51 પાટીદાર યુવાનો ટૂંક સમયમાં મુંડન કરાવશે.


વાંચવા માટે ક્લિક કરો: ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલનો નવો દાવ!, જાહેર કર્યું વસિયતનામું


હાર્દિક પટેલને મળવા પહોંચેલા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ ગુજરાતમાં મહાત્મા ગાંધીએ બતાવેલું શસ્ત્ર સત્યાગ્રહને અપનાવી હાર્દિક પટેલ ઉપવાસ કરી રહ્યો છે. અંગ્રજોએ પણ ગાંધીજી સાથે વાત કરવી પડી હતી પરંતુ અત્યારની નિષ્ઠુર સરકાર આજે 10માં દિવસે પણ હાર્દિક પટેલની સાથે સંવાદ કરતી નથી. તો બીજીબાજી શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવતા કહ્યું કે આજે પાટીદાર સમાજે તેમને વડાપ્રધાન બનાવ્યા છે તો તમે તેમની સાથે ચર્ચા કરો.


[[{"fid":"181178","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


વધુમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે જન્માષ્ટમી છે. ત્યારે હું તમામ લોકોને કહું છું કે હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે ગામે ગામ પ્રાથના કરે. તો બીજીતરફ ધાર્મિક સંસ્થાઓને પણ હાર્દિકને સમર્થન આપવા માટે અપીલ કરી હતી. કંસે પણ એક નાના બાળકનો વધ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમનો જ વધ થઇ ગયો હતો. નરેન્દ્ર ભાઈ અને અમિત ભાઈને પણ આમાંથી શીખ લેવી જોઇએ.