અમદાવાદમાં વધુ એક ખાનગી હોસ્પિટલને પેઈડ વેક્સીનેશનની મંજૂરી અપાઈ
- AMC ના સહયોગથી નવરંગપુરા ખાતે માસ વેક્સીનેશન શરૂ કર્યું છે. આજે 500 વેક્સીન આપવામાં આવશે
- આ પેઈડ વેક્સીનેશનનો ભાવ 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જોક અહી વેક્સીન લેવામાં મોળો પ્રતિસાદ જોવા મળ્યો
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ શહેરમાં પેઈડ વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. એપોલો હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને પેઈડ વેક્સીનેશનની મંજૂરી આપવામાં આવી છે. આજથી અમદાવાદમાં એપોલો હોસ્પિટલ બાદ વધુ એક ખાનગી હોસ્પિટલે પેઈડ વેક્સીનેશન કરવાની શરૂઆત કરી છે. શેલબી હોસ્પિટલ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં પેઈડ વેક્સીનેશનનો પ્રારંભ કરાયો છે.
આ પણ વાંચો : વીડિયો કોલમાં યુવતીએ ગંદી હરકતો કરી, તો યુવક પણ હોંશ ગુમાવી ચૂક્યો, બાદમાં...
સરદાર પટેલ સ્ટેડિયમમાં શરૂ કરાયું પેઈડ વેક્સીનેશન
અમદાવાદની શેલબી હોસ્પિટલ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં રસીકરણનો પ્રારંભ થયો છે. તો બીજી તરફ, શેલબી હોસ્પિટલે કોવિશિલ્ડ વેક્સીન આપવા માટે તમામ તૈયારીઓ કરી પૂર્ણ કરી છે. આ પેઈડ વેક્સીનેશનનો ભાવ 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જોક અહી વેક્સીન લેવામાં મોળો પ્રતિસાદ જોવા મળ્યો છે. અત્યાર સુધી વેકસીન લેવા એકપણ શહેરીજન નથી આવ્યું. બીજી તરફ આજે પણ GMDC મેદાનમાં ગાડીઓની લાંબી લાઈન લાગી છે. શેલબી દ્વારા અચાનક ડ્રાઇવ થ્રુ વેક્સીનેશનનો નિર્ણય લેવાયો હોવાથી લોકો હજી અજાણ હોવાનું જાણવા મળ્યુ.
આ પણ વાંચો : CM રૂપાણીએ હોંશેહોંશે જે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું, તેમાં 6 મહિનામાં બીજીવાર વગર વરસાદે પાણી ભરાયું
આજે 500 વેક્સીન અપાશે
આ પેઈડ વેક્સીનેશન વિશે શેલબી હોસ્પિટલના ચેરમેન વિક્રમ શાહે જણાવ્યું કે, ના નફો ના નુકસાનના ધોરણે વેક્સીનેશન ડ્રાઇવ ચલાવી રહ્યા છે. AMC ના સહયોગથી નવરંગપુરા ખાતે માસ વેક્સીનેશન શરૂ કર્યું છે. આજે 500 વેક્સીન આપવામાં આવશે. આવતીકાલથી વધુ વેક્સીન આપી શકીએ એવો પ્રયત્ન કરીશું. ત્રીજા વેવ પહેલા લોકોને વધુમાં વધુ વેક્સીન આપી શકીએ એવો પ્રયાસ છે. સરકારની ગાઈડલાઈન મુજબ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જથ્થો આપવામાં આવ્યોછે. વેક્સીન અમને 750 રૂપિયામાં સુધીમાં પડે છે, જેમાં 250 રૂપિયા અમારો ચાર્જ છે. AMC એ અમને શક્ય એટલો ચાર્જ ઘટાડવાનું કહ્યું છે, અમે પણ પ્રયત્ન કરીશું. અમને આ જગ્યા AMCએ ફાળવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ માટે કોઈ ભાડું અમારી પાસેથી લેવામાં નથી આવ્યું.