ઝી ન્યૂઝ/કચ્છ: ફરી એકવાર ગુજરાતના કચ્છ વિસ્તારમાં શિક્ષણ વિભાગમાં મોટો છબરડો સામે આવ્યો છે. પેપર સેટરે ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં મોટી ભૂલ સામે આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ પણ ગૂંચવાયા હતા. પરીક્ષામાં સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે? આ સવાલ પુછાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા. ઓપ્શન હતા હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ. હવે આ ચારેય ઓપ્શન ખોટા હોવાથી વિદ્યાર્થીઓ ભરાયા હતા. અહીં ક્રિક્રેટનો વિકલ્પ જ નહોતા, જેના કારણે વિદ્યાર્થીઓને સિલેક્ટ શું કરવું? તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આજે કચ્છની સરકારી પ્રાથમિક શાળા અંતર્ગત અભ્યાસ કરતા 27 હજાર બાળકોને પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકુદનો પ્રશ્ન પુછાયો હતો. 4 માર્કસના પ્રશ્ન નંબર-6માં ચારમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી ચાર સવાલના જવાબ સાચા કે ખોટા ચિન્હ કરી આપવાના હતા. બીજા ક્રમના પ્રશ્નમાં સવાલ હતો કે, સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે વિદ્યાર્થીઓને મળ્યા 4 ઓપ્શન- હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ.



આમ ક્રિકેટનો ઓપ્શન જ છાપતા ભુલી જતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. વિકલ્પો ખોટા હોવાનું જાણવા છતાં કેટલાક બાળકોએ મન ગમતી રમત પર રાઈટનું ચિન્હ કરી દીધું હતું. આમ પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગ દ્વારા ક્યાંક ચૂક રહી ગયાનું સામે આવ્યું હતું. ભુલ સુધરે તે પહેલાં તો પેપર પૂર્ણ થઇ ગયું હતું.


આ ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના સુધારણા જાહેર કરી હતી. સંદેશા સાથે સૂચના જાહેર કરી ભૂલ સુધારવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે, મોટા ભાગની શાળામાં સૂચના પૂર્વે જ પેપરનો સમય પૂર્ણ થઈ ગયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓને મોટું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો.