ઉદય રંજન/અમદાવાદ: ભાઈ બહેનના પવિત્ર સંબંધને કાળી ટીલી લગાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. સગા ભાઈએ પોતાની બહેન સાથે છેલ્લા 20 વર્ષથી શારીરિક સંબંધ રાખતો હોવાની ફરિયાદ રાણીપમાં નોંધાઈ છે. બહેનના લગ્ન થઈ ગયા બાદ પણ આરોપી ભાઈ તેની સાથે શારીરિક સંબંધ રાખતો હતો. જે ફરિયાદના આધારે રાણીપ પોલીસે ગુનો નોધી બળાત્કારી ભાઈ ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાણીપ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું કૃત્ય એટલું જગન્ય છે કે, એ હવે સમાજમાં કોઈને મોઢું બતાવવા લાયક રહ્યો નથી. બળાત્કારી ભાઈ એ અન્ય કોઈ સાથે નહીં પરંતુ પોતાની સગી બહેન સાથે જ છેલ્લા 20 વર્ષથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2004 થી જુલાઈ 2023 સુધી સગા ભાઈએ બહેનની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.


વર્ષ 2004 માં જ્યારે ફરિયાદી અમદાવાદમાં રહી અભ્યાસ કરતી હતી. તે સમયે પિતા નો ડર બતાવી પહેલી વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેની અંગત વાતો પરિવારને જણાવી દેવાની ધમકી આપી બળાત્કારી ભાઈ એ વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


ફરિયાદી એ નોંધાવેલી ફરિયાદ પર નજર કરીએ તો, 2004 માં ફરિયાદી ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી અને આરોપી ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો. તે સમયે ફરિયાદી ને અભ્યાસ બાબતે ધમકાવી પહેલી વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે બળાત્કારી ભાઈની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનું કહેવું છે કે, વર્ષ 2010-12 માં તેની બહેનના અન્ય યુવક સાથે સંબંધ હતા અને તે વાત ઘરમાં ન કહેવા માટે ફરિયાદી એ જ તેની સાથે સમાધાન કર્યું હતું. જોકે આ મામલે હજુ પોલીસ તપાસ કરી રહી છે. તો બીજી તરફ આરોપી ભાઈ એ ફરિયાદીને આપેલા 24 હજાર રૂપિયા પરત માંગતા આ ફરિયાદ કરવામાં આવ્યું હોવાનું પોલીસ માની રહી છે.


નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદી એ આ ફરિયાદ નોંધાવી હતી. જોકે બનાવ ની શરૂઆત રાણીપ વિસ્તારથી થતી હોવાથી ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. જે ફરિયાદ અનુસંધાને પોલીસે ફાર્મા કંપનીમાં કામ કરતા આરોપી ભાઈ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભાઈ બહેન એકબીજા પર કરી રહેલા આક્ષેપોને લઈને પણ પોલીસ વધુ તપાસ કરશે. જેથી કરી ગુનાની હકીકત સામે આવી શકે.