રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં વિસર્જન સમયે મારામારી અને ઘર્ષણની બે ઘટનાઓ બની છે. જેમાં માંજલપુરમાં પોલીસે ડીજે બંધ કરાવતા લોકો વિફર્યા હતા. તો બીજી તરફ ગોત્રી વિસ્તારમાં બે યુવક મંડળો વચ્ચે ડીજેમાં ડાન્સ કરવા બાબતે મારામારી થઈ હતી. જોકે, મારામારીની ઘટના ગંભીર થાય તે પહેલા પોલીસ પહોંચી હતી અને બન્ને મંડળના યુવાનોને સમજાવીને પોલીસે મામલો શાંત પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસ્સો-1
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી. ગોત્રી વિસ્તારમાં બે ગણેશ મંડળના યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ચંદ્રમોલેશ્વર નગર અને શિવાય ફ્લેટ્સના યુવાનો વચ્ચે મારામારી થઈ હતી. ડીજેમાં ડાન્સ કરવા બાબતે બંને મંડળના યુવાનો સામ સામે આવી ગયા હતા. મારામારીની ઘટના ગંભીર થાય તે પહેલા જ પોલીસ પહોંચી ગઈ હતી અને બંને મડળના યુવાનોને સમજાવીને પોલીસે મામલો શાંત પાડ્યો હતો.


આ પણ વાંચો:- ગોઝારો શનિવાર: ગુજરાતના પરિવારને રાજસ્થાનમાં ભરખી ગયો કાળ, અકસ્માતમાં 4 જીવન હોમાયા


કિસ્સો-2
વડોદરામાં વિસર્જન સમયે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. માંજલપુરમાં ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસે ડીજે બંધ કરવાનું કહેતા લોકો વિફર્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે રોડ પર ઘર્ષણ થયું હતું. પોલીસે મહિલા, બાળકો અને યુવાનો પર લાઠીચાર્જ કર્યો હતો. વિસર્જન યાત્રામાં સામેલ લોકોને દોડાવી દોડાવી માર્યા હતા. પોલીસની કાર્યવાહીથી નારાજ લોકોએ મોડી રાત સુધી વિસર્જન ન કર્યું. બબાલ મોટી થતાં ડીસીપી, એસીપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોચ્યો હતો. પોલીસે ડીજે બંધ કરાવી મોકલી દેતાં લોકોએ વિરોધ કર્યો હતો. લાઠીચાર્જ કરનાર પીઆઈ અને પોલીસ જવાન સામે કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે. આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube