કાલોલ : નગરમાં થોડા સમય અગાઉ લઘુમતી ટોળા દ્વારા પોલીસ પર હુમલાની બનેલી હીંચકારી ઘટનાના કેટલાક આરોપીઓ જામીન મુક્ત થયા હતા. જો કે જાણે આઝાદીની લડાઇમાંથી છુટીને આવ્યા હોય તેમ તેમના સ્વાગતમાં ભાન ભૂલેલા ટોળાએ ઉત્પાતી દ્રષ્યો સર્જી કોરોના ગાઈડ લાઇનનો ભંગ કર્યો હતો. માહોલ તંગ બનાવતા કાલોલ પોલીસે મોટી કાર્યવાહી કરી 500 થી વધુના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાની સરકારમાં ખેડૂતો જમીન ગીરવે મુકતા ત્યારે સારવાર થતી આજે ફ્રીમાં સારવાર થાય છે


કાલોલ શહેરમાં ગત ૧૦ જુલાઈએ કેટલાક લઘુમતી ટોળાના તત્વોએ શહેરના શાંતિમય વાતાવરણમાં પલિતો ચાપીને નગરની શાંતિ ડહોળી હતી. ધમાલ મચાવી, તોફાનો કરતા પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહેલ પોલીસ કાફલા પર પથ્થરમારો કરવા સુધીના કૃત્યો આચરવાનો અંજામ આપ્યો હતો. જે એકદિવસીય ધમાલને પગલે સામાજિક શાંતિ, કોમવાદ સહિત કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા અને તેમાં સંડોવાયેલી ૧૭ મહિલાઓ સહિત ૧૦૫ આરોપીઓની અટકાયત કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


SURAT માં 100 ટકા ફેફસા ડેમેજ હોવા છતા પણ યુવાન બેઠો થયો, ડોક્ટર્સની મહેનત ફળી


આ સમગ્ર ઘટના અંગેની કોર્ટ કાર્યવાહીને પગલે અગાઉ ૨ મહિલાઓને તેમના નાના બાળકો હોવાને કારણે રહેમ રાહે એડિશનલ સેશન્સ કોર્ટ હાલોલ દ્વારા, ૩૧મી ઓગસ્ટે ૭ મહિલાઓને ગુજરાત હાઇકોર્ટ દ્વારા અને ૮ મહિલાઓને શુક્રવારે હાલોલના એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કર્યા હતા. જેને પગલે લગભગ લાંબી  કસ્ટડી બાદ કેટલીક મહિલા આરોપીઓને કોર્ટની શરતોને આધીન તેમજ કેટલાક કિસ્સામાં તેમના નાના નાના બાળકો ઘણી મહિલાઓ પર નિર્ભર હોવાને કારણે જામીન મળતા શુક્રવારે ઘરે પરત ફરી હતી. તે સમયે નગરના મુસ્લિમ વિસ્તારોમાં મહિલા આરોપીઓના સ્વાગત માટે ઉન્માદી બનેલા તત્વોએ પુર્વ તૈયારીઓ સાથે શક્તિ પ્રદર્શનની રાહે ભવ્ય જુલૂસ યોજયુ હતું. આ જુલૂસમાં ઉન્માદી તત્વોએ શક્તિ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં ટોળું એકત્રિત કર્યું હતું.


GUJARAT CORONA UPDATE: નવા 15 કેસ, 16 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


હાલ ચાલી રહેલી કોરોના મહામારીને પગલે સોશ્યિલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના અમલ સાથે જાહેર પ્રદર્શન કે લોકટોળાઓમાં ભેગા થવા સામે જાહેરનામાનો અમલ હોવા છતાં કોરોના મહામારીની ઐસીતૈસી કરીને તેમના મહોલ્લામાં બહોળી સંખ્યામાં લોકટોળાઓ ભેગા કરીને સરેઆમ રીતે જાહેરનામાનો ભંગ કરતા પ્રદર્શનો કર્યા હતા. તદ્ઉપરાંત ઘણા તત્વોએ તો કોમવાદના રંગે રંગાઈને કોમવાદ ફેલાવે તેવા ઉન્માદ સાથે પોતાના સોશ્યિલ મીડિયામાં પણ પ્રદર્શનોના વિડિઓ વાઈરલ કર્યા હતા. 


તમારા દિકરા પર બળાત્કાર શું કોઇ કેસ નહી થવા દઉ, ભલે મોજ કરતો: નકલી IB ઓફિસર ઝડપાયો


શુક્રવારે સાંજે ઘટેલી સમગ્ર ઘટનાની જાણકારીને પગલે સ્થાનિક પોલીસે પણ હરકતમાં આવી જાહેરનામાના અમલનો ભંગ કરતા ૧૦ જેટલા મુખ્ય નામી લોકોના નામ ઠામ સહિત ૫૦૦થી વધુના લોકટોળાઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક ડીસિઝ એક્ટ તેમજ જાહેરનામું ભંગ કરવા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને તપાસ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube