ભિલોડા : અરવલ્લી - સાબરકાંઠા જિલ્લામાંથી નિકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8ને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. દોઢ દાયકા કરતા પણ વધારે સમય બાદ આ કામગીરી ચાલુ કરવામાં આવી છે. જો કે શામળાજી નકીજનાં અણસોલ ગામનાં લોકોએ શાળાનાં બાળકોને સાથે રાખીને રોડ પર ચક્કાજામ કર્યો હતો. ગામલોકોની માંગ છે કે અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે. ચક્કાજામના કારણે જોત જોતામાં કિલોમીટર લાંબો રોડ પર જામ લાગી જતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામલોકોને ત્યાંથી હટાવીને ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતના સપના રગદોળાયા : બહેનનું મામેરુ કરવાનું હતું, પણ તીડને કારણે પાક નષ્ટ થયો, હવે કેવી રીતે કરું...?

ચિલોડાથી શામળાજી સુધીનાં હાઇવે ફોર લેન છે જેને સિક્સ લેન કરવા માટેની કામગીરી ચાલી રહી છે. 100 કિલોમીટર જેટલા અંતરમાં 9 ફ્લાય ઓવર, 9 અંડરબ્રિજ અને 134 નાના વાહનો માટેનાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે તેમ છતા પણ કેટલાક નાનકડા ગામોની માંગ છે કે તેમના ગામને પણ ઓવરબ્રિજ આપવામાં આવે. જેથી સ્કુલ નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે અણસોલ ગામનાં લોકો સ્કુલનાં વિદ્યાર્થીઓને સાથે રાખીને ચક્કાજામ કરવા માટે બેસી ગયા હતા. ઘટના અંગે માહિતી મળતા ભિલોડાના મામલતદાર સહિતનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. જો કે ગામલોકોએ લેખીત બાંહેધરી માંગતા મામલો ગુંચવાયો હતો અને 3 કલાક સુધી હાઇવે જામ રહ્યો હતો. 


ઉના : ખલાસીઓની નજર સામે 3 બોટ એકસાથે દરિયામાં ડૂબી, 3 માછીમારોના મૃતદેહ મળ્યાં
અરેરાટી થાય તેવો અકસ્માત, દૂધ લેવા નીકળેલા વૃદ્ધા બસ અને Ola Cab વચ્ચે ચગદાયા
ગામલોકોનો આરોપ છે કે અનેક સ્થળ પર ખોટા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પાસ કરી દેવામાં આવ્યા છે. પરંતુ અમારે જરૂર હોવા છતા અમને ઓવરબ્રિજ નથી અપાઇ રહ્યો. અહીં હાઇવેનાં કિનારે જ શાળા આવેલી છે. તેવામાં અકસ્માતની ઘટનાઓ નિવારવા માટે અહીં ઓવરબ્રિજ બને તે જરૂરી છે. શાળા હાઇવે પર હોવાથી સરકારે અહીં સમજીને ઓવરબ્રિજ બનાવવો જોઇએ પરંતુ ઓવરબ્રિજ નથી બનાવાઇ રહ્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube