સમીર બલોચ/ અરવલ્લી: અરવલ્લીની શામળાજી પોલીસે ગુજરાતમાં બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવાની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. શામળાજી બોર્ડર પાસે રાજસ્થાનથી આવી રહેલા કન્ટેનરને રોકી તેમાં કપાસ કરતા પોલીસને બૂટ-ચપ્પલના બોક્સમાંથી વિદોશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે કુલ 4.80 લાખનો 100 પેટી બ્રાન્ડેડ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત રાજસ્થાનથી દારૂ લઇને આવી રહેલા હરિયાણાના બે શખ્સની અટકાયત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવલ્લી જીલ્લો ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલો છે જેના કારણે પોલીસ દ્વારા દારૂ ઝડપવાના કિસ્સા સામે આવે છે, ત્યારે ઘણીવાર પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડવાના કીમિયા જોઈને ચોકી જતી હોય છે. ત્યારે આ વખતે અરવલ્લી જીલ્લાનના શામળાજી પોલીસે વિદેશી દારૂ ઘુસાડવાનો વધુ એક કીમિયાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ગઈ મોડી રાત્રે શામળાજી બોર્ડર પાસે પોલીસ  નાકાબંધીમાં હતી. 


તે દરમિયાન રાજસ્થાનથી બંધ બોડીનું કન્ટેનર આવતા તેનો ઉભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસ ધ્વારા આ કન્ટેનર તલાશી લીધી તો તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ચપ્પલના બોક્સની આડમાં લઈ જવાતો મળી આવ્યો હતો.કન્ટેનર માંથી ૪.૮૦ લાખનો ૧૦૦ પેટી બ્રાન્ડેડ વિદેશી દારૂ ઝડપ્યો હતો.   


અરવલ્લી જીલ્લાના સરહદી વિસ્તારમાં દારૂ ઘુસાડવા માટે અત્યાર સુધી અનેક નુસખા અપનાવાયા છે જેમાં ટેન્કર,જનરેટર,કેબીનની અંદર કેબીન,દવાઓની આડમાં વગેરે કીમિયા બુટલેગરો વાપરી ચુક્યા છે ત્યારે હવે આ વખતે બુટલેગરો દ્વારા બુટ ચપ્પલના બોક્સનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી થતા પોલીસ પણ સતર્ક બની ગઈ છે.


આરોપી નામ 
-મનોજ મહાવીર સિંગ જાટ-રહે .ભાંડવા –તા .બાડર.-જી ,ચરખી દાદરી –હરિયાણા
-રવીદર સુરજભાણ જાટ –બહાદૂર ગઢ –હરિયાણા