અમિત શાહ સામે સીધી ટક્કર અંગે બાપુ બોલ્યા, હું ચૂંટણી લડવાનો નથી
ભાજપે પોતાની પરંપરાગત બેઠક ગાંધીનગર પર લાલકૃષ્ણ અડવાણીને હટાવીને અમિત શાહને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ અને એનસીપી આ સીટ પર તેમના કયા ઉમેદવારને લડાવે તેવી ચર્ચાઓ તેજ બની છે.
ગાંધીનગર : ભાજપે પોતાની પરંપરાગત બેઠક ગાંધીનગર પર લાલકૃષ્ણ અડવાણીને હટાવીને અમિત શાહને ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ અને એનસીપી આ સીટ પર તેમના કયા ઉમેદવારને લડાવે તેવી ચર્ચાઓ તેજ બની છે. જેમાં ગાંધીનગરની સીટ પર શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડે તેવી ગુજરાત એનસીપીએ હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. જોકે, શંકરસિંહ બાપુએ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.
નરેશ પટેલના પુત્રને આખરે કરવી પડી સ્પષ્ટતા, નહિ લડે ચૂંટણી
ગુજરાત એનસીપી પાર્ટી શંકરસિંહ વાઘેલાને ગાંધીનગરથી ચૂંટણી લડાવવાના મૂડમાં છે. આ બાબતે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર બેઠક પરથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડે તેવી શક્યતા છે. શંકરસિંહ બાપુએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરશે. તેમણે કહ્યું કે, આગળ વિચારીશું. ત્યા સુધી તો હાલ શાંતિ રાખીશ.
ભાજપથી નારાજ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે
કોંગ્રેસ સી.જે.ચાવડાને આપી શકે છે ટિકીટ
તો બીજી તરફ, ગાંધીનગરની સીટ પર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જાહેરાત બાદ કોંગ્રેસના ઉમેદવારના નામને લઇ હલચલ તેજ બની છે. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ અમિત શાહની સામે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવાની માગ કરી છે. કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે ક્ષત્રિય અને ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકીટ આપવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ તેની સત્તાવાર જાહેરાત બાકી છે. ત્યારે સી.જે.ચાવડાને બદલે પાટીદાર આગેવાનને ટિકીટ આપવાની માગ કરવામાં આવી.
ઠાકોર સેનાનો ભાજપ-કોંગ્રેસને ખુલ્લો પડકાર : ટિકીટ નહિ તો, સમર્થન પણ નહિ
એનસીપી કોંગ્રેસ ગઠબંધન કરે તો બાપુ ચૂંટણી લડી શકે છે
જો એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો આ સીટ પર શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે અને કોંગ્રેસ આ બેઠક છોડી દે તેવી પણ એક શક્યતા છે. આ વિશે એનસીપીના અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું કે, અમારા લોકોની માંગ છે કે બાપુ ગાંધીનગરની સીટ પરથી લડે. તેમણે કોંગ્રેસ સાથેના ગઠબંધન વિશે જણાવ્યું કે, છેલ્લા પંદર દિવસથી અમારા તરફથી વાત કરવામાં આવી છે. તેનો હજી કોઈ જવાબ મળ્યો નથી. મેં મોવડી મંડળ સાથે વાત કરી છે કે ગુજરાત એકમ 26 સીટ લડવા માટે તૈયાર છે.